રાજુલા પંથકમા પાછલા કેટલાક સમયથી ખેતીવાડી વિજળીના ધાંધીયા જોવા મળી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. વિજ ધાંધીયાથી ઉનાળુ વાવેતરને નુકશાન થવાની પણ ભીતિ સતાવી રહી છે. આ પ્રશ્ને ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામા આવી છે. પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય શુકલભાઇ બલદાણીયા દ્વારા કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે અહીના રાજપરડા, સાજણવાવ, પટવા ખેતીવાડી ફિડરોમા વિજ ધાંધીયા જોવા મળી રહ્યાં છે.
આ વિસ્તારમા ખેડૂતોએ ડુંગળીનુ વાવેતર કર્યુ છે પરંતુ વિજળી મળતી ન હોય પાકને નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે. પાછલા એક પખવાડીયાથી વિજળીના ધાંધીયા જોવા મળી રહ્યાં છે. ખેડૂતોને એક વિઘામા અંદાજીત 80થી 85 હજાર જેટલો ખર્ચ થાય છે અને ઉત્પાદન 350 મણ જેટલુ થાય છે. પરંતુ વિજળીના અનિયમિતતાના કારણે ઉત્પાદન ઘટે તેવી શકયતા જોવાઇ રહી છે. હાલમા 15 દિવસ સુધી ખેડૂતોને વિજળીની ખાસ જરૂરીયાત હોય છે. ત્યારે તાકિદે આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.