રાજીનામું:રાજુલા પાલિકામાં 4 વર્ષમાં છઠ્ઠા પ્રમુખે હોદ્દો છોડ્યો

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુબઇ જવાનંુ બહાનું અાગળ ધરી રાજીનામંુ અાપ્યું : કાેંગ્રેસની અાંતરીક ખેંચતાણમાં અેક જ ટર્મમાં હવે સાતમાં પ્રમુખ અાવશે

રાજુલા નગરપાલિકામા શહેરના લાેકાેઅે કાેંગ્રેસને સ્પષ્ટ બહુમતી અાપી હતી. પરંતુ કાેંગ્રેસની અાંતરીક ખેંચતાણ અહી કાેઇને પ્રમુખ પદે ટકવા દેતી નથી. સવા વર્ષ પહેલા પ્રમુખ બનેલા ઘનશ્યામભાઇ લાખણાેત્રાઅે અાજે પાેતાને દુબઇ જવાનુ હાેવાનુ બહાનુ અાપી રાજીનામુ ધરી દીધુ હતુ. અામ ચાર જ વર્ષના ટુંકાગાળામા હવે અહી સાતમા પ્રમુખ અાવશે.

રાજુલા નગરપાલિકામા પાછલા ચાર વર્ષથી અેવાે સીલસીલાે ચાલી રહ્યાે છે કે પ્રમુખ પદ પર કાેઇ લાંબુ ટકતુ નથી. જાે કે અાના માટે કાેંગ્રેસની અાંતરીક ખેંચતાણ સાૈથી મહત્વનુ પરિબળ છે. નગરપાલિકામા પાછલી ચુંટણીમા શહેરના લાેકાેઅે કાેંગ્રેસને સ્પષ્ટ બહુમતી અાપી હતી. અા વિસ્તારના ધારાસભ્ય પણ કાેંગ્રેસના છે અને ધારાસભ્ય પાેતે પાલિકાના મામલાની દેખરેખ રાખી રહ્યાં છે. ધારાસભ્યની અાગેવાનીમા પાલિકાની ચુંટણીમા 28માથી 27 બેઠક કાેંગ્રેસને મળી હતી. જયારે ભાજપને સમ ખાવા પુરતી અેક જ બેઠક મળી હતી.

અા સ્થિતિ વચ્ચે પણ પાલિકાની નાવ સતત ડગમગી રહી છે.સવા વર્ષ પહેલા કાેંગ્રેસના અાંતરીક વિખવાદ વચ્ચે ઘનશ્યામભાઇ લાખણાેત્રાને પ્રમુખ પદે બેસાડવામા અાવ્યા હતા. પરંતુ અાટલા ટુંકાગાળામા જ તેમણે પાેતાના હાેદા પરથી રાજીનામુ અાપી દીધુ છે. વારંવાર પ્રમુખ બદલાવાના કારણે રાજુલા પાલિકા સાૈરાષ્ટ્રભરમા ચર્ચામા છે. અહી ચુંટાયેલા માેટાભાગના સભ્યાેને પ્રમુખ પદ અને સતામા સ્થાન જાેઇઅે છે. જેના પરિણામે ગુટબાજી સર્જાતા જે કાેઇ પ્રમુખ પદે બેસે તેને સતત વિરાેધના સામનાે કરવાે પડે છે.

બે વર્ષ પહેલા કાેંગ્રેસના 15 સભ્યાેઅે બળવાે કરી પાેતાના પ્રમુખ બેસાડયા હતા અને તેમને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ પણ કરાયા હતા. પરંતુ મામલાે હાઇકાેર્ટમા જતા અદાલતના હુકમથી અા તમામ સદસ્યાે ફરી બહાલ થયા હતા.માત્ર ચાર વર્ષમા છ પ્રમુખ બદલાઇ ગયા બાદ હવે અહી નવા પ્રમુખ તરીકે કાેણ અાવે છે તેના પર પણ સાૈની મીટ મંડાઇ છે.

સતા લાલસુ પાલિકા સદસ્યાેઅે હાલના પ્રમુખનુ રાજીનામુ પડતા જ જુથબંધીની ખેંચતાણ શરૂ કરી દીધી છે. તાે બીજી તરફ વિવિધ સમાજના લાેકાે દ્વારા પાેતાના સમાજના પ્રમુખ પાલિકામા બેસે તે માટે સાેશ્યલ મિડીયામા ઝુંબેશ શરૂ કરી દીધી છે. અેવુ પણ કહેવાય છે કે ઘનશ્યામભાઇને જયારે પ્રમુખ પદે બેસાડાયા ત્યારે તેમને સવા વર્ષ માટે જ બેસાડાયા હતા. અને હવે બાકીના સવા વર્ષ માટે પણ અગાઉથી સમજુતી થયેલી છે તે મુજબના પ્રમુખ અાવશે.

જિલ્લા કલેકટર સમક્ષ ધર્યું રાજીનામું
પ્રમુખ ઘનશ્યામભાઇ લાખણાેત્રાઅે જિલ્લા કલેકટર સમક્ષ રાજીનામુ રજુ કર્યુ હતુ. હું અને મારાે પરિવાર દુબઇ જવાનાે હાેવાથી અા રાજીનામુ અાપી રહ્યાે છું. જાે કે અેવુ કહેવાય છે કે કાેંગ્રેસે સમજુતી મુજબ તેને સવા વર્ષ માટે જ પ્રમુખ બનાવાયા હતા.

નવા પ્રમુખ માટે હાલ 5 દાવેદાર
નવા પ્રમુખ માટે અગાઉથી કાેઇ નામ નક્કી નથી. રજનીભાઇ જાલંધરા, છત્રજીતભાઇ ધાખડા, ઘનશ્યામભાઇ વાઘ, રમેશભાઇ કાતરીયા કે કનુભાઇ ધાખડામાથી કાેઇની પસંદગી થઇ શકે છે.

અગાઉ પ્રમુખ બદલાયા ?
2018મા વર્તમાન બાેડી અસ્તિત્વમા અાવ્યા બાદ પ્રમુખ પદે મીનાબેન પ્રવિણભાઇ વાઘેલા અને બાદમા બાઘુબેન બાલાભાઇ વાણીયા અાવ્યા હતા. ત્યારબાદ પુન: મીનાબેન વાઘેલાને પ્રમુખ પદે લવાયા હતા. બાદમા તેમને હટાવી કાંતાબેન કિશાેરભાઇ ધાખડા પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ કાર્યકારી પ્રમુખ તરીકે ભરતભાઇ સાવલીયાની વરણી થઇ હતી. અને ત્યારબાદ છઠ્ઠા પ્રમુખ તરીકે ઘનશ્યામભાઇ લાખણાેત્રા અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...