ફ્રૂટ સસ્તું:રાજુલામાં સફરજન 50ના એક કિલો અને રીંગણા 100ના કિલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીના ભાવ આસમાને ગુવાર 100નાે કિલો પણ અનાનસ 40થી લઇ માત્ર 80 રૂપિયા

રાજુલામા શાકભાજીના ભાવ આસમાને પહાેંચ્યા છે. જાે કે અહી સફરજન 50ના કિલાે અને રીંગણા 100ના કિલાે મળી રહ્યાં છે. તાે ગુવાર રૂપિયા 100નાે કિલાે અને અનાનસ રૂપિયા 80ના ભાવે મળી રહ્યું છે. હાલ શાકમાર્કેટમા શાકભાજી કરતા તમામ ફ્રુટના ભાવ સસ્તા થતા લાેકાે ખરીદી કરી રહ્યાં છે.ગ્રામ્ય વિસ્તારમા પડેલા વરસાદ તેમજ સ્થાનિક શાકભાજીની અાવક અાવતી ન હાેય રાજુલામા શાકભાજીના ભાવ અાસમાને પહાેંચ્યા છે જેના કારણે ગૃહિણિઅાેનુ બજેટ ખાેરવાઇ ગયુ છે. જાે કે અહી હાલ ઉલટુ ચિત્ર જાેવા મળી રહ્યું છે. શાકભાજીની સામે તમામ ફ્રુટ સસ્તા મળી રહ્યાં છે.

હાલ બજારમા રીંગણાનાે ભાવ 100 રૂપિયે કિલાે છે, તાે ગુવારનાે ભાવ પણ 100 સુધી પહાેંચી ગયાે છે. તેની સામે બજારમા સફરજનની ધુમ અાવક અાવી રહી છે.ગત વર્ષે સફરજનના ભાવ 200 રૂપિયે કિલાે હતા. પરંતુ હાલમા 50 થી લઇ 80ના કિલાે લેખે સફરજન મળી રહ્યાં છે. સફરજનની પુષ્કળ અાવક થતી હાેય દરરાેજ 25થી વધારે રીક્ષાઅાે અહી ઠલવાઇ રહી છે. આ ઉપરાંત અહી ગુવારના ભાવ પણ 100 સુધી છે તેની સામે અનાનસના ભાવ 40 થી લઇ 80 સુધીમા મળી રહ્યાં છે.

પપૈયાની પણ પુષ્કળ આવક
આ વિસ્તારમા પપૈયાની પણ પુષ્કળ અાવક થતા બજારમા રૂપિયા 40ના કિલાે લેખે પપૈયાનુ વેચાણ થઇ રહ્યું છે. હાલમા તાે તમામ ફ્રુટના ભાવ તળીયે બેસી જતા ગરીબ અને મધ્યમ વર્ગના લાેકાે પણ ફ્રુટ અારાેગી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...