તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારસો:રાજુલા-જાફરાબાદમાં હાેળી પર્વે બાળકાેને પાેઠી પાડવાની પરંપરા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ શણગારેલા બળદગાડા જાેડી ઘાેડા પર બેસાડી બાળકને લઇ જવાતાે

રાજુલા જાફરાબાદ પંથકમા હાેળી પર્વનુ વિશેષ મહત્વ છે. અહી હાેળી પર્વે બાળકાેને પાેઠી પાડવાની પરંપરા છેેે. અગાઉ શણગારેલા બળદગાડા જાેડી ઘાેડા પર બેસાડી બાળકને હાેળી પ્રગ્ટાવવાના સ્થળ સુધી લઇ જવાતાે હતાે અને મહિલાઅાે પરંપરાગત ગીત ગાતી. જાે કે અાજની પેઢીને હવે અાવા દ્રશ્યાે જાેવા નહી મળે.

હાેળી પર્વે વર્ષાેથી અહી બાળકને પાેઠી પાડવા લઇ જવાની પરંપરા છે. જાે કે હવે સમયની સાથે તેમા બદલાવ અાવી રહ્યાે છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાથી શણગારેલા બળદગાડા જાેડી બાળકને તેના મામા ઘાેડા પર બેસાડી લઇ જતા અને સાથે મહિલાઅાે પારંપરિક ગીતા ગાતી અને હાેલીકા માતાની પ્રદક્ષિણા કરી લાેકાે દર્શનનાે લ્હાવાે લેતા હતા. છાણા અને લાકડા ખડકી હાેલિકાને શણગાર કરાતાે હતાે. બાદમા તળીયે માટલામા મગ, ચણા અને ઘઉ મુકવામા અાવતા હતા. અને હાેળી ઠરી ગયા બાદ તે કાઢીને તેના પરથી વર્ષ કેવુ જશે તેવુ પણ જાણકારાે નક્કી કરતા હતા.

દરિયા કિનારે હજુ હોળી માતા પ્રગટ થાય કે તુરત જ લોકો હાસ્યની ભાષામાં ગાળોની રમઝટ બોલાવતા હોય છે જે વર્ષો જૂનો રિવાજ હતાે. ગામડાઓમાં શેરી ગલીઅાેમા નહી પરંતુ ડુંગરા પર હાેલિકા પ્રગટાવવાનુ મહત્વ હતુ. યુવાનાે ઘરે ઘરેથી છાણાની ગેર ઉઘરાવી અાયાેજન કરતા હતા. જાે કે હવે અા પરંપરા ઘટવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો