તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુદરતનો વજ્રઘાત:રાજુલામાં કોરોનાએ પાંચ દિવસમાં એક જ પરિવારના ચાર સભ્યોને છીનવી લીધા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જયાબેન - Divya Bhaskar
જયાબેન
  • અમરેલી જિલ્લામાં કોરોનાના નવા 116 કેસ, ત્રણના મોત, જિલ્લામાં કુલ દર્દી સંખ્યા 6691 પર પહોંચી
  • મોટા પુત્રને કોરોના થતા માતાનું હૃદય બેસી ગયું, સવારે પુત્રનું અને સાંજે પિતાનું મોત
  • ફુલ વેચી ગુજરાન ચલાવતા પરિવાર પર આભ ફાટ્યું

કુદરત ક્યારેક માણસની એવી કસોટી કરે છે કે કઠણ કાળજાના માનવીનો હૈયું પણ હચમચી ઉઠે, રાજુલામાં ફુલનો વેપાર કરતા એક પરિવારની કુદરતે આવી જ કસોટી કરી છે. જ્યાં કોરોનાએ માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં માતા પિતા અને તેના બે પુત્રો એમ ચાર લોકોની જિંદગી છીનવી લીધી. મોટા પુત્રનું કોરોનાથી મોત થયું હતું. તેના આઘાતમાં પરિવારના બાકીના ત્રણ લોકોના હૃદય બેસી ગયા હતા. રાજુલામાં ફુલનો વેપાર કરતાં મનસુખભાઈ પ્રફુલભાઈ પરમારને 17 દિવસ પહેલા કોરોનાનું નિદાન થયું હતું. ત્રણ દિવસ ઘરે સારવાર લીધા બાદ સીટી સ્કેનમાં ફેફસામાં 70% ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું. અને સારવાર માટે રાજુલાના ખાનગી દવાખાને ખસેડાયા હતા.

60 વર્ષીય મનસુખભાઈના પરિવારમાં અગાઉ કોઈ મોટી બીમારી આવી ન હતી. પોતાના પુત્રને ઓક્સિજન પર જોઈ માતા જયાબેન પરમાર ( ઉં. વ. 75 ) હૃદય બેસી ગયું. આ પરિવાર જયાબેનના મોતનો આઘાત જીરવે તે પહેલા બે જ દિવસમાં કોરોના ગ્રસ્ત મનસુખભાઈનું પણ મોત થયું હતું. કુદરતની કસોટી અહીંથી અટકી ન હતી. મનસુખભાઈના મોતનો તેના પિતા પ્રફુલભાઈ ખીમજીભાઈ પરમાર (ઉં. વ. 78 ) અને ભાઈ મનોજભાઈ ( ઉં. વ. 56)ને ખૂબ જ આઘાત લાગ્યો હતો. કરુણતા તો ત્યારે સર્જાય કે બે દિવસ પછી સવારે પ્રફુલભાઈનું હૃદય બેસી ગયું. પરિવાર તેની અંતિમવિધિ કરી પરત આવ્યો ત્યાં સાંજે મનોજભાઈનું પણ હૃદય બેસી જવાથી મોત થયું.

પ્રફુલભાઈ
પ્રફુલભાઈ

માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં ઘરના તમામ વડીલો કાળના ગર્તામાં સમાઈ ગયા. આ ઘટનાએ રાજુલા પંથકના ભલભલાનું કાળજું કંપાવી દીધું. મનસુખભાઈ પત્ની અને બે પુત્રો તથા મનોજભાઈ પત્ની અને પુત્ર પુત્રીને નોધારા છોડી ગયા હતા. મનસુખભાઈનો પુત્ર પંકજ કહે છે કે પરિવારના સભ્યો એકબીજાથી ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. સતત એકબીજાની દરકાર લેતા હતા. કાળમુખા કોરોનાએ અમારું સર્વસ્વ છીનવી લીધું છે. અમે પાંચ પેઢીથી રાજુલામાં ફુલનો વેપાર કરીએ છીએ.

મનોજભાઈ
મનોજભાઈ

કોઈને નખમાંય રોગ ન હતો. છતાં જોતજોતામાં પરિવાર વીખાઈ ગયો. બીજી તરફ જિલ્લામાં હજુપણ કોરોના બેકાબૂ જોવા મળી રહ્યો છે આજે કોરોના ના નવા 116 દર્દી સામે આવ્યા હતા તો બીજી તરફ આજે લાઠીમાં ૧૯ વર્ષીય યુવતીનું તેમજ 52 વર્ષિય આધેડનું અમરેલીમાં અને 50 વર્ષિય આધેડનું ધારી માં કોરોના થી મોત નીપજ્યું હતું. તો આજે 16 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હાલ 1380 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમ જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 6691 પર પહોંચી છે. તો અત્યાર સુધીમાં કોરોનાથી 69 વ્યક્તિના મોત નિપજ્યા છે.

78 વર્ષની ઉંમર હોવા છતાં પણ વૃદ્ધ ઝાડ પર ચડી જતા
78 વર્ષીય પ્રફુલભાઈ આ ઉંમરે પણ એકદમ તંદુરસ્ત જીવન જીવતા હતા. આ ઉંમરે પણ તેઓ વાડીએ ઝાડ પર ચઢી જતા હતા. પરંતુ પુત્રના મોતનો આઘાત સહન ન કરી શક્યા. આમ, કોરોનાએ સારાસારાને હંફાવ્યા. પરિવારના ચાર સભ્યોના મૃતકની તસવીર.

પરિવારમાં કોઈને બીપી ડાયાબિટીસની બીમારી નથી
કોરોના બી.પી. અને ડાયાબિટીસ તથા અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ માટે ઘાતક છે. પરંતુ આ પરિવારમાં કોઈને બીપી કે ડાયાબિટીસ જેવી બીમારી પણ ન હતી. કોઈને ક્યારેય હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી ન હતી. કોરોના પણ માત્ર મનસુખભાઈને જ થયો હતો. આમ છતાં જોતજોતામાં ચાર જિંદગી છીનવી ગઈ.

અન્ય સમાચારો પણ છે...