• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Rajula, Congress And NSUI Workers Staged A Protest Raising Slogans, Submitted A Petition Demanding The Resignation Of The Home Minister.

લઠ્ઠાકાંડ મુદ્દે ઘેરાપ્રત્યાઘાત:સાવરકુંડલામાં કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું, ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે આવેદન પત્ર પાઠવ્યું

અમરેલી12 દિવસ પહેલા
  • કાર્યકરોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી

બળવાળામાં સૌથી મોટો લઠ્ઠાકાંડ થયો છે. જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે. કેમિકલ નાખી દારૂ વહેચાતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે સરકારની તપાસ એજન્સીઓ હરકતમાં આવી હતી અને કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. સાવરકુંડલા શહેરમાં NSUI ટીમ અને કોંગ્રેસના કાર્યકરોએ મામલતદાર કચેરીમાં રેલી સ્વરૂપે પહોંચી વિરોધ પ્રદશન કર્યું હતું. કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. તેમજ ગૃહમંત્રી રાજીનામુ આપે તેવી માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પરઃ NSUI
NSUI નેતા કેતન ખુમાણે જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પર રહી છે. ગુજરાતમાં રોજબરોજ દારૂ પકડાતો હોય છે. નશીલા પદાર્થનું પણ વહેચાણ થાય છે. ત્યારે તાજેતરમાં બળવાળામાં લઠ્ઠાકાંડ થયો છે જેમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ છે. તેમજ હજુ પણ કેટલાય લોકો સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...