અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમા છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાને કારણે ગુરુવારના દિવસે રીપેરીંગ માટે 6 થી 8કલાક વીજ કાપ મુકવામાં આવતો હોવા છતાં રાજુલા શહેરમા દિવસમાં અંદાજે 5 થી 6 વખત વીજળી પુરવઠો બંધ થતો હોવાને કારણે શહેરના વેપારી મંડળ દ્વારા શહેરીજનોને પારાવાર મુશ્કેલી ઊભી થાય છે. આ બાબતે ટેલીફોનિક અવારનવાર વીજતંત્રને રજૂઆત કરવા છતા પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના વેપારી આગેવાનો દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીને પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે તાકીદે હવે વીજ પુરવઠાનો પ્રશ્નનનો ઉકેલ આવે તેવી માંગણી વેપારીઓ દ્વારા અને શહેરીજનો દ્વારા કરવામા આવી રહી છે.
વીજપુરવઠો બંધ રહેતા અનેક કામો ટલ્લે ચડી જાય છે
રાજુલા શહેરમા વીજપુરવઠો બંધ રહેતા તમામ સરકારી કચેરીઓમાં કામ ઠપ્પ થઈ જાય છે. વિવિધ વિસ્તારોમાં વીજ વાયર જર્જરિત છે. આ વિસ્તારમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં પીજીવીસીએલના પેટનુ પાણી હલતું ન હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આજે ના છૂટકે વેપારીઓ રોષે ભરાયને વીજ કચેરીમાં પોહોંચ્યા હતા .વેપારી જીજ્ઞેશભાઈ ત્રિવેદી,કશ્યપભાઈ પારેખ,જ્યેન્દ્રભાઈ ધાખડા,મેહુલ હરિયાણી સહિતના વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.