આખલા યુદ્ધ:અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં બે આખલાઓ જંગે ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષ પહેલા આખલા પકડી શહેરથી દૂર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી

અમરેલી જિલ્લામાં આખલાઓનો આતંક વધ્યો છે. રાજુલામાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. શહેરમાં એક વર્ષ પહેલા આખલાઓને પકડી દૂર કરાયા હતા. ત્યારબાદ કોઈ કાર્યવાહી ના થતા શહેરીજનોએ આખલાઓને પકડી દૂર કરવાની માગ કરી છે.

રાજુલામાં શહેરમાં ખુલ્લેઆમ આખલાઓ ફરી રહ્યા હોય લોકોમાં ભયનો માહોલ છવાયેલો રહે છે. મનોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જાફરાબાદમાં આખલાએ એક યુવકને અડફેટે લેતા મોત નિપજ્યું હતું. રસ્તા પર આખલાઓના અડિંગાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો પર સતત ભય જંળુબતો રહે છે.

હિંડોરણા રોડ પર દુકાન ધરાવતા વેપારી બાબુભાઈ વાણિયાએ કહ્યું હતું કે, રોડ રસ્તા પર આખલાઓ બેસ્યા રહે છે. જેના કારણે અકસ્માતનો ખતરો રહે છે. પાલિકાએ શહેરી વિસ્તારમાંથી આખલાઓને પકડી શહેરથી દૂર કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...