કાર્યવાહી:રાજુલામાં ચારોડિયાનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હથિયાર કોની પાસેથી લીધુ ? અને શા માટે લીધું? - ચાલતી પુછપરછ

રાજુલાના ચારાેડીયા ગામના અેક 25 વર્ષીય યુવાનને અમરેલી અેલસીબીઅે અાજે રાજુલામાથી દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધાે હતાે. તમંચાે શા માટે રાખ્યાે અને કયાંથી મેળવ્યાે ? તે અંગે પુછપરછ શરૂ કરાઇ છે.

ગેરકાયદે હાથ બનાવટનાે દેશી તમંચાે ઝડપાવાની અા ઘટના રાજુલામા બની હતી. અમરેલી અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ અાર.કે.કરમટા તથા પીઅેસઅાઇ માેરી તથા સ્ટાફને રાજુલામા સ્વામીનારાયણ મંદિર માર્ગ પર રાજુલા તાલુકાના ચારાેડીયા ગામનાે હેમેન્દ્ર સાવજભાઇ ધાખડા (ઉ.વ.25) નામનાે યુવાન દેશી બનાવટના તમંચા સાથે ઉભાે હાેવાની બાતમી મળી હતી.

જેને પગલે અેલસીબીનાે સ્ટાફ તાબડતાેબ અહી દાેડી ગયાે હતાે અને હેમેન્દ્ર ધાખડાને ઝડપી લીધાે હતાે. અા શખ્સ પાસે દેશી તમંચાે કાેની પાસેથી અાવ્યાે હતાે ? અને શા માટે પાેતાની પાસે રાખ્યાે હતાે ? તમંચા વડે તે કાેઇ ગંભીર ગુનાને અંજામ અાપવાનાે હતાે કે કેમ ? વિગેરે જાણકારી મેળવવા પાેલીસે તેની ઉંડાણથી પુછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...