વિધાનસભા ચૂંટણીની તૈયારી:રાજુલા વિધાનસભા વિસ્તારમાં ભાજપે સંગઠન મજબૂત બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાંભામાં આજે તાલુકા ભાજપ મંડળની બેઠક મળી હતી
  • પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું

ગુજરાત રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સૂચના માર્ગદર્શન હેઠળ કેટલાક જિલ્લામાં સંગઠન મજબૂત કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજુલા 98 વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા સંગઠન મજબૂત કરવાને લઈ બેઠકનો ધમધમાટ શરૂ કરાયો છે.

અમરેલી જિલ્લામાં અતિ મહત્વની બેઠક રાજુલા 98 વિધાનસભા વિસ્તાર કે જેમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તાર આવે છે. આ બેઠક વર્ષોથી ભાજપના કબ્જામાં હતી. જોકે, ગત વિધાન સભા 2017ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના કબ્જામાં આવી હતી. જેને લઈ ભાજપની ચિંતા વધી છે. ત્યારે આ બેઠક ઉપર સૌથી વધુ ભાજપની નજર તેજ જોવા મળી રહી છે.

ખાંભામાં આજે તાલુકા ભાજપ મંડળની બેઠક મળી હતી. અહીં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી, કિસાન પ્રદેશ મોરચાના હોદ્દેદાર હિરેન હિરપરા સહિત ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સંગઠનને મજબુત કરવાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાર્ટીના નેતૃત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી દિવસોમાં ભાજપ સંગઠન અતિ મજબૂત બનાવવા માટે કવાયત શરૂ કરાઈ છે.

સમગ્ર જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં ભાજપના યુવાનોથી લઈ મહિલા મોરચો વરિષ્ઠ ભાજપ, લઘુમતી મોરચો, કિસાન મોરચો, બંક્ષી પંચ મોરચા સહિતના મોરચાના યુવાનોને નવ નિયુક્ત હોદ્દા આપ્યા છે. આવતા દિવસોમાં ચૂંટણી આવે તે પહેલાં ભાજપનું સંગઠન વધુ મજબૂત કરવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...