માંગ:રાજુલામાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટર પર વારંવાર નેટવર્ક અને લાઈટના અભાવે ટલ્લે ચડે છે કામગીરી
  • તાત્કાલીક રાજુલા અને જિલ્લાભરમાં યોગ્ય કામગીરી કરવા માંગ ઉઠી

રાજુલા પંથકમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને અનેક પ્રકારની હાલાકી વેઠવી પડે છે. અહી સરકારી હોસ્પિટલ ખાતે તંત્રએ કાર્ડ માટે સેન્ટર તૈયાર કર્યું છે. પણ અહી નેટવર્ક અને વિજળી ગુલ રહેતી હોવાથી અરજદારોને એક કાર્ડ કાઢવા માટે સેન્ટર પર વારંવાર ધક્કા ખાવા પડે છે. આવી પરીસ્થિતિ અન્ય તાલુકામાં પણ જોવા મળે છે. ત્યારે તંત્ર કાર્ડની કામગીરી યોગ્ય કરાવે તેવી લોક માંગણી ઉઠી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. જેમાં પાંચ લાખ સુધી આરોગ્ય લક્ષી સેવાનો લોકોને લાભ મળે છે.

પણ અમરેલી જિલ્લાભરમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે અરજદારોને માત્ર તકલીફ વેઠવી પડે છે. અહીના રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે કાર્ડ માટે સેન્ટર તૈયાર કરાયું છે. અહી વહેલી સવારથી સેન્ટર બહાર લોકોને લાઈનો લાગે છે. જે બાદ બપોરે બે કલાક આ સેન્ટર બંધ રહે છે. પણ બપોર બાદ અહી નેટવર્ક અને વિજળી ગુલ હોવાનું અરજદારોને જણાવવામાં આવે છે.

જેના કારણે સવારથી લાઈનમાં ઉભેલા લોકોને કાર્ડ કાઢયા વગર જ પરત જવું પડે છે. અને બીજા દિવસે ફરી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. તેમજ હવે આયુષ્યમાન કાર્ડમાં તલાટી મંત્રીનો આવકનો દાખલો માન્ય રાખવામાં આવે છે જેની જાહેરાત ખુદ રાજ્યાના મુખ્યમંત્રીએ કરી છે. પણ અમરેલી જિલ્લામાં તલાટીના દાખલાવાળી અરજીઓ રદ કરાતી હોવાની ફરીયાદો પણ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...