ખેડૂતોની કફોડી સ્થિતિ:રાજુલા અને જાફરાબાદમાં કપાસની મજુરી 500 છતાં મજુર મળતા નથી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની કફોડી સ્થિતિ: મજુર ઉદ્યોગોમાં જવા લાગ્યા

રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખેડૂતોની કફોડી સ્થિતિ જોવા મળે છે. અહી ખેતરમાં કપાસ છે. પણ કપાસમાંથી જીંડવા વીણવા મજુરો મળતા નથી. ખેડૂતો રૂપિયા 500 મજુરી ચુકવી રહ્યા છે. છતાં પણ મજુરો શોધવામાં ખેડૂતોને પરશેવો વળી રહ્યો છે. જાફરાબાદ અને રાજુલા પંથકમાં ઉદ્યોગો હોવાથી મોટા ભાગના લોકો ઉદ્યોગોમાં મજુરી અર્થે જઈ રહ્યા છે. જેના કારણે મજુરની ઘટ સર્જાય છે. ઉપરાંત પરપ્રાતિય મજુર ઓછી સંખ્યામાં આવ્યા છે.

ખેડૂત અગ્રણી ભરતભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડમાં કપાસનો રૂપિયા 1800 ભાવ છે. પણ ગત વખતે કપાસનો ઉતારો એક વિઘે 15 થી 20 મણ આવતો હતો. તેની સામે ઓણસાલ ઉત્પાદન ઘટ્યું છે. છતાં પણ રાજુલા અને જાફરાબાદ પંથકમાં મજુરની અછત છે. જેના કારણે મજુરી 500 દેવા છતા ખેડૂતોને મજુર મળતા નથી. અને અનેક પ્રકારની હાડમારી વેઠવી પડે છે. ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે પાલિકા સદસ્ય દિપેનભાઈ ધાખાડાએ જણાવ્યું હતું કે જગતનો તાત ભારે મુશ્કેલીમાં છે.

એક તરફ મજુરો મળતા નથી. તો વિજળીના ધાધીયા જોવા મળે છે.દિવસે વિજળી આપવાની વાતો માત્ર કાગળ ઉપર જ છે. રાત્રીના ખેડૂતોને જંગલી પ્રાણીઓના ભય વચ્ચે ખેતરમાં પિયત માટે જવું પડે છે. ઉપરાંત મોટા ભાગના લોકો સ્થાનિક કંપનીમાં મજુરી અર્થે જતા રહેશે. જેના કારણે મૌસમ સમયે ખેડૂતોને મજુરો મળતા નથી. ઉપરાંત હિંસક પ્રાણીના ભયના કારણે પરપ્રાંતિય મજુર રાજુલા અને જાફરાબાદ પંથકમાં આવવા તૈયાર નથી. આવીને આવી સ્થિતિ રહી તો ખેડૂતોને કમાણી તમામ મજુરી પાછળ જતી રહેશે.

જીનીંગ મીલે કપાસની ખરીદી કરતા ભાવ ‌વધ્યા
દિપેનભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે ઓણસાલ કપાસનું ઉત્પાદન ઓછું છે. જેના કારણે જીનીંગ મીલ કપાસની ખરીદી કહી રહ્યું છે. જેના કારણે કપાસના ભાવમાં વધારો થયો છે. આવા સમયે સરકાર ટેકાના ભાવમાં પણ વધારો કરે તો હજુ ખેડૂતોને સારો કપાસનો ભાવ મળશે.> દિપેનભાઇ ધાખડા

​​​​​​​ઉદ્યોગો કરતા તો ખેડૂત મજુરોને ભાવ વધુ ચુકવે
કિસાન સંઘના પ્રમુખ સામતભાઈ જેબલીયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગો મજુરોને દરરોજના રૂપિયા 340 ચુકવી રહ્યું છે. પણ અત્યારે ખેડૂતો કપાસ વીણવા માટે એક મજુરને રૂપિયા 500 મજુરી ચુકવી રહ્યા છે. આવા સમયે સરકાર રૂપિયા 150ની ખેડૂતને મજુરમાં સબસીડી આપે તો ફાયદો થશે.>સામતભાઇ જેબલિયા, કિસાન સંઘના પ્રમુખ

સરકારે ખેડૂતોને લેણામાંથી ઉગારવા જોઈએ
જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર લેણામાંથી ઉગારે અને ખેડૂતો વધુને વધુ લેણદાર બની રહ્યા છે આવા સમયે સરકારે ખેડૂતો માટે વીમો, સબસીડી કોઈ પણ યોજના બહાર પાડી ખેડૂતોને લેણદારમાંથી બચાવવા જોઈએ આ અંગે કૃષિમંત્રીને તેમણે ભલામણ કરી હતી.> કરણભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...