વિવાદ:રાજુલામાં બાઇક દુર ચલાવવાનું કહી યુવક પર પાઇપ વડે હુમલો

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી

રાજુલામા જુના દલિતવાસમા રહેતા અેક યુવકે બાઇક દુર ચલાવવાનુ કહી અેક શખ્સે બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના રાજુલામા બની હતી. અહીના જુના દલિતવાસમા રહેતા મનાેજ શામજીભાઇ બાબરીયા (ઉ.વ.20) નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે પાેતાનુ બાઇક લઇને પસાર થતાે હતાે ત્યારે વિજય શામજીભાઇ વાઘ નામના શખ્સે તેને બાઇક દુર ચલાવવાનુ કહી ગાળાે અાપી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. જયારે વિજય શામજીભાઇ વાઘે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અગાઉ તેની સાથે મારામારી થઇ હાેય તેનુ મનદુખ રાખી મનાેજ શામજીભાઇ બાબરીયાઅે ગાળાે અાપી ઢીકાપાટુનાે મારમારી ધમકી અાપી હતી.

પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ અેચ.અેલ.રાઠાેડ ચલાવી રહ્યાં છે. આમ, નજીવી બાબતે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હીત.

અન્ય સમાચારો પણ છે...