ફરિયાદ:રાજુલામાં મજુર યુવક પર બે શખ્સોનો પાવડા વડે હુમલો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં ધસી આવી માથાકુટ કરી છરી પણ ઉગામી

રાજુલામા છતડીયા રોડ પર ગેસ પાઇપ લાઇનની મજુરી કામ કરી રહેલા એક યુવકને બે શખ્સોએ કારમા ધસી આવી માથાકુટ કરી પાવડા વડે ખુની હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા અા યુવકને સારવાર માટે પ્રથમ રાજુલા અને બાદમા ભાવનગર દવાખાને ખસેડાયો હતો.

રૂપસીંગ તીર્તરીયાભાઇ ભાભોર નામના યુવકે રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ માલાભાઇ કરશનભાઇ વિગેરે મજુરો ગુજરાત ગેસ પાઇપ લાઇન નાખવાની મજુરી કામ કરી રહ્યાં હતા. ત્યારે છતડીયા ગામ તરફથી કારમા ધસી આવેલા ફિરેાજ બેલીમ અને અજીત ધાખડા નામના શખ્સોએ માથાકુટ કરી હતી.

અા બંને શખ્સોએ માલાભાઇને માથામા પાવડાના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ છરી ઉગામી હતી. બાદમા બંને શખ્સો નાસી છુટયા હતા. માલાભાઇને સારવાર માટે પ્રથમ રાજુલા અને બાદમા ભાવનગર દવાખાને રીફર કરાયા હતા. પોલીસે બંને સામે કલમ 307 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...