સમસ્યા:રાજુલામાં શ્રમીકોના 800 મકાન મંજુર થયા પણ બન્યા માત્ર 135

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના મકાનની કામગીરી બંધ : કોન્ટ્રાકટર કામગીરી કરતો ન હોવાની ફરિયાદ

રાજુલામાં શ્રમીકોના 800 મકાન મંજુર થયા હતા. પણ છેલ્લા ત્રણ વર્ષમાં કોન્ટ્રાકટરની મનમાનીના કારણે 135 મકાન જ તૈયાર થયા છે. અહી મોટા ભાગના મકાનોની કામગીરી કરાઈ નથી. કોન્ટ્રાકટરના એન્જીન્યર શ્રમીકોને જવાબ પણ આપતા નથી. જેના કારણે રાજુલા પાલિકા પ્રમુખે નગરપાલિકા ખાતે એક બેઠક બોલાવી હતી. અને તમામ કર્મચારીઓને કામગીરી તાત્કાલીક પુર્ણ કરવા તાકીદ કરી હતી.રાજુલા પંથકમાં શ્રમીકોને 800 મકાન બનાવી આપવાની મંજુરી મળી હતી.

આ કામગીરી ગાંધીનગરની એજન્સીને અપાયું હતું. પરંતુ તેમણે ભરતી કરેલા એન્જીન્યર શ્રમીકોને દાદ આપતા નથી. તેવી ફરિયાદો ઉઠી હતી. ત્રણ વર્ષમાં માત્ર 135 મકાન તૈયાર થયા છે. બાકીના 665 જેટલા મકાનના કોઈ ઠેકાણા નથી. ઉપરાંત 500 જેટલા મકાનની કામગીરી હજુ અધુરી છે. જેના કારણે શ્રમીકો વર્ષોથી ઘરનું ઘર મળવાની રાહમાં છે. ત્યારે ક્યારે શ્રમીકોને મકાન મળશે. તેવા સવાલો કરી રહ્યા છે.

જેના કારણે રાજુલા પાલિકાના પ્રમુખ સત્યજીત ધાખડાએ એક બેઠક બોલાવી હતી. અને બાંધકામ શાખાના કર્મચારીઓનો ઉધડો લીધો હતો. તાત્કાલીક શ્રમીકોના મકાન પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ કર્યા હતા. પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે કર્મચારીઓને પણ સમયસર કચેરીમાં હાજર થવાનું રહેશે. શ્રમીકોને મકાન બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તેમને રજૂઆત કરવા વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...