ધમકી:બગસરાના રફાળામાં બે શખ્સે યુવકને કુહાડી ઝીંકી

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારી નાખવાની ધમકી પણ અાપી

બગસરા તાલુકાના રફાળામા રહેતા અેક યુવકને બે શખ્સાેઅે કુહાડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા બગસરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા વિનુભાઇ રતુભાઇ ચારાેલીયા (ઉ.વ.30) નામના યુવકે બગસરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેના માેટા બાપાની દીકરી દયાબેનના પતિ જયસુખભાઇ પંદરેક વર્ષ પહેલા ગુજરી ગયા હાેય જેથી મુકેશ માથાસુરીયા તેમને ઘરમા બેસાડવા માંગતાે હતાે. જાે કે રાહુલભાઇઅે ના પાડતા માથાકુટ થઇ હતી.

તેઅાે વચ્ચે પડતા મુકેશભાઇ માથાસુરીયાઅે કુહાડીનાે અેક ઘા મારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત કિશાેર માથાસુરીયાઅે પણ મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.અાર.ભાદરકા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...