તપાસ:લીલીયા તાલુકાના પુંજાપાદરમા અમે ગમે ત્યારે ડીજે વગાડીએ કહી પ્રૌઢા પર ગુપ્તી વડે હુમલો

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સોએ ઉશ્કેરાઇ જઇ પ્રૌઢાના પતિને પણ ઇજા પહોંચાડી

લીલીયા તાલુકાના પુંજાપાદરમા રહેતા એક પ્રૌઢાને અહી જ રહેતા બે શખ્સોએ અમે ગમે ત્યારે ડીજે વગાડીએ કહી બોલાચાલી કરી ગુપ્તી વડે ઇજા પહોંચાડી હતી. તેમજ પ્રૌઢાના પતિને પણ ઇજા પહોંચાડતા આ બારામા બંને સામે લીલીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. પ્રૌઢા પર હુમલાની આ ઘટના લીલીયાના પુંજાપાદરમા બની હતી.

અહી રહેતા ગીતાબેન વિનુભાઇ ગોહિલ (ઉ.વ.62) નામના પ્રૌઢાએ લીલીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા સંજય ગોરધનભાઇ જાસલીયા અને મહેન્દ્ર દેવસનભાઇ નામના શખ્સો તેના ઘર પાસે આવ્યા હતા અને તેના પતિ વિનુભાઇને ઘર બહાર બોલાવ્યા હતા. આ બંને શખ્સોએ વિનુભાઇને કહ્યું હતુ કે અમારૂ ડીજે વાગે છે તેમા તમે શું રાડો નાખો છો.

અમે ગમે ત્યારે ડીજે વગાડીએ કહી બોલાચાલી કરી હતી. તેમને ગાળો દેવાની ના પાડતા ગીતાબેન પર ગુપ્તી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ વિનુભાઇને પણ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.એલ.મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...