સિંહોની લટાર:પીપાવાવમાં સિંહોનું ટોળું આવી ચડતા સિક્યુરિટી જવાનોમાં દોડધામ, ખુરશીઓ છોડી ઓફિસમાં ઘુસી ગયા

અમરેલી4 મહિનો પહેલા
  • પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના માર્ગ પર સિંહો લટાર મારી રહ્યા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

સોરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં જોવા મળે છે. ત્યારે અનેક વખત સિંહો ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારતા જોવા મળી રહ્યા છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન જિલ્લાના રાજુલા નજીક પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના BMS માર્ગ પર સિક્યુરિટી ચેક પોસ્ટ પર 5 સિંહોનું ટોળુ આવી ચડ્યું હતું. જેને લઈ સિક્યુરીટી જવાનોમાં દોડધામ મચી હતી. સિક્યુરિટી કર્મીઓ ખુરશીઓ છોડી ઓફિસમાં ઘુસી ગયા હતા. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અમરેલી જિલ્લાના રાજુલા નજીક પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના BMS માર્ગ પર સિક્યુરિટી ચેક પોસ્ટ આવેલી છે. જ્યાં સિક્યુરિટી કર્મીઓ વાહનો ચેકિંગ કરે છે. ત્યારે આ ચેક પોસ્ટ પર અચાનક 5 સિંહોનું ટોળુ આવી ચડ્યુ હતું. જેને કારણે સિક્યુરિટી કર્મીઓમાં ભાગ દોડ મચી હતી. સિંહોને જોતા જ સિક્યુરિટી કર્મીઓ ખુરશીઓ છોડીને ઓફિસમાં ઘુસી ગયા હતા.

દેશ અને ગુજરાતની શાન ગણાતા સિંહો અમેલી જિલ્લામાં વધુ જોવા મળે છે. જેને જોવા માટે લોકો દેશ વિદેશ અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવે છે. જોકે, હાલ સિંહોની હાલત ખરાબ બની હોય તેમ સિંહો ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આમ તેમ ભટકતા જોવા મળી રહ્યા છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારના સિંહો અત્યંત મુશ્કેલીઓ વચ્ચે ફરી રહ્યા હોવાનું જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...