મારમારી:પીપરીયા ગામમાં બનેવીએ સાળાને લાકડી વડે માર માર્યો, પોલીસ ફરિયાદ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સાવરકુંડલા તાલુકાના બાઢડામા રહેતો એક યુવક તેની બહેન સાથે બનેવીના ઘરે ગયો હતો ત્યારે બહેનને તેનો પુત્ર નહી સોંપી બનેવીએ લાકડી વડે મારમારી ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પેાલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. અજયભાઇ અરવિંદભાઇ ચુડાસમાએ ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના મોટા બહેન મનીષા સાથે તેના પતિ મુકેશે માથાકુટ કરી હતી.

મનીષાના પુત્રને લેવા જવાનુ હોય તેઓ પીપરીયા ગામે ગયા હતા. જો કે અહી મુકેશે પુત્રને ન સોંપી બોલાચાલી કરી હતી. મુકેશ તેમજ બાબુભાઇ, લીલીબેન અને હરેશભાઇએ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...