મતદાનની ફરજ બજાવી:પાટી ગામમાં 101 વર્ષના વૃદ્ધા બન્યા વાેર્ડના બિનહરીફ સભ્ય

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદી વટાવી ચુકેલા વૃદ્ધાઅે મતદાનની પવિત્ર ફરજ પણ અદા કરી

ખાંભા તાલુકાના પાટીમા 101 વર્ષીય વૃધ્ધાઅે મતદાન મથક પર પહાેંચી પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કરી યુવાનાેને અચુક મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. તાે કેરીયાનાગસના 92 વર્ષીય વૃધ્ધાઅે પણ મતદાનની ફરજ બજાવી હતી.

ખાંભા તાલુકાના પાટીમા રહેતા 101 વર્ષીય સવિતાબેન માેહનભાઇ બાેરીસાગર પરિવાર સાથે પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કરવા મતદાન બુથ પર અાવી પહાેંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અા ચુંટણીમા તેઅાે પાટીમા વાેર્ડ નં-6ના બિનહરીફ સભ્ય તરીકે પણ ચુંટાઇ અાવ્યા છે. સંભવત પુરા ગુજરાતમા તેઅાે સાૈથી માેટી ઉંમરના ગ્રામ પંચાયતના વાેર્ડ મેમ્બર છે.

તેમણે જણાવ્યું હતુ કે વિધાનસભાની ચુંટણી હેાય કે લાેકસભા, તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતની લાેકાેઅે પાેતાના મતાધિકારનાે ઉપયાેગ અવશ્ય કરવાે જાેઇઅે. તેમણે મતદાન કરી યુવાનાેને મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. તાે અમરેલી તાલુકાના કેરીયાનાગસમા રહેતા 92 વર્ષીય સવિતાબેન લાંભીયા પણ પરિવારના સહારે મતદાન બુથ પર અાવી પહાેંચ્યા હતા અને પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...