તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એક વર્ષમાં તમાકુ નિયંત્રણ સ્કવાેડે ચેકીંગ કરી 1.33 લાખનાે દંડ વસુલ્યાે

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદી-જુદી નગરપાલિકાએ 188 કેસ કરી રૂપિયા 14,240ની દંડ વસુલી કરી"તી
  • અમરેલી આરાેગ્ય વિભાગે 368 કેસ અને પાેલીસ ખાતાએ 382 કેસ કર્યા

અમરેલી જિલ્લામા રાષ્ટ્રીય તમાકુ નિયમંત્ર કાર્યક્રમ અંતર્ગત તમાકુ વિરાેધી કાયદાનુ સઘન અમલીકરણ થાય તે હેતુથી તમાકુ નિયંત્રણ સ્કવાેડે અેક વર્ષમા ચેકીંગ કરી 1.33 લાખનાે દંડ વસુલ્યાે હતાે. જેમા અારાેગ્ય વિભાગે 368 કેસ કરી 48,290નાે દંડ તેમજ પાેલીસ ખાતાઅે 382 કેસ કરી 69,200નાે દંડ વસુલ્યાે હતાે.

જિલ્લા અારાેગ્ય અધિકારી ડાે.જે.અે.પટેલના માર્ગદર્શન હેઠળ સઘન ચેકીંગની કામગીરી હાથ ધરાઇ હતી. જિલ્લામા અેપ્રિલ 2020થી લઇ માર્ચ 2021 દરમિયાન રૂપિયા 1,33,790નાે દંડ વસુલાયાે હતાે. અારાેગ્ય વિભાગ દ્વારા વર્ષ દરમિયાન 386 જેટલા કેસ કરી રૂપિયા 48290નાે દંડ વસુલ કરાયાે હતેા. જયારે પાેલીસ ખાતા દ્વારા 382 કેસ કરી રૂપિયા 69200ના દંડની વસુલાત કરાઇ હતી.

જિલ્લાની જુદીજુદી નગરપાલિકા દ્વારા 188 જેટલા કેસાે કરી રૂપિયા 14240નાે દંડ વસુલાયાે હતાે. અા ઉપરાંત જુન 2021 દરમિયાન વિવિધ વિભાગાે દ્વારા 33 કેસ કરી રૂપિયા 3160નાે દંડ વસુલાયાે હતાે. શૈક્ષણિક સંસ્થાની અાસપાસ તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના માેટા વેપારીઅાેને ત્યાં ચેકીંગ કરાયુ હતુ.

પાકા બીલ વગરની પરદેશી સીગારેટનુ બિન અધિકૃત રીતે વેચાણ થતુ હાેય થેથી તમાકુ નિયંત્રણ સેલ, પાેલીસ, ફુડ અેન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકીંગ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...