ક્રાઇમ:જુના ઝાંઝરિયામાં પુત્રએ માતાને ધમકી આપી, રાવ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાવડો લઇ મારવા દોડી ગાળો આપી

બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે રહેતા એક મહિલાને બાજુમા જ રહેતા તેના પુત્રએ ભાગના પૈસા મુદે બોલાચાલી કરી ગાળો આપી પાવડા વડે મારવા દોડી ધમકી આપતા તેની સામે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

પુત્રએ માતાની ધમકી આપ્યાની આ ઘટના બગસરાના જુના ઝાંઝરીયા ગામે બની હતી. અહી રહેતા લક્ષ્મીબેન પોપટભાઇ મકવાણા (ઉ.વ.45) નામના મહિલાએ બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેને સંતાનમા બે પુત્રો છે. જે પૈકી નાનો પુત્ર તેની બાજુમા રહે છે. તેઓ પોતાના ઘરે પરિવાર સાથે ફળીયામા બેઠા હતા ત્યારે તેનો પુત્ર હિમત પોપટભાઇ મકવાણા તેની પાસે ધસી આવ્યો હતો. તેણે ભાગના પૈસા આપતા નથી અને મારી પત્નીને ભગાડી મુકી છે તેમ કહી બોલાચાલી કરી પાવડા વડે મારવા દોડયો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...