તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Ningala Village Of Amreli, The Lion Family Reached The Houses Of The People, The Lion's Antafera Was Seen In The Village Like A Dog

ઘરમાં સિંહ!:અમરેલીના નિંગાળા ગામમાં ઘૂસી આવેલો સિંહ પરિવાર લોકોના ઘર સુધી પહોંચ્યો, ગામમાં શ્વાનની માફક જોવા મળ્યા સિંહના આંટાફેરા

અમરેલી3 મહિનો પહેલા
  • ગામમાં બે પશુઓનું મારણ કરી સિંહ પરિવાર 20 મિનિટ સુધી રોકાયો

અમરેલી જિલ્લામાં ગામડાઓની બજારો અને શેરીઓ સુધી જોવા મળતા સિંહ હવે લોકોના ઘર સુધી પહોંચતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાંભા તાલુકાના નિંગાળા ગામમાં ગતરાત્રિએ ઘૂસી આવેલો એક સિંહ પરિવાર એક મકાનમાં ઘૂસી ગયો હતો. સદનસીબે મકાનમાં રહેતા લોકો બહારગામ ગયા હોય કોઈ હાજર ન હતું. સિંહ પરિવારે ગામમાં બે પશુઓનું મારણ કરી ફરી જંગલ વિસ્તાર તરફ જતા રહ્યા હતા.

શ્વાનની માફક સિંહના આંટાફેરાસામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં શ્વાન ગામની શેરીઓથી માંડી લોકોના ઘર, ફળિયા અને અગાશી પર આંટાફેરા કરતા હોય છે. પરંતુ, ગતરાત્રિએ નિંગાળા ગામમાં સિંહ અને સિંહબાળ શ્વાનની માફક લોકોના ફળિયા, ઘર, અને અગાશી પર આંટાફેરા કરતા હોય લોકોમાં દહેશત ફેલાઈ હતી.

બે પશુઓનું મારણ કર્યુંગતરાત્રિએ બે સિંહબાળ સાથે ઘૂસી આવેલા સિંહ પરિવારે બે પશુઓનું મારણ પણ કર્યું હતું. રાત્રિના સમયે 20 મિનિટ સુધી ગામમાં ઘામા નાખ્યા બાદ સિંહ પરિવાર ફરી જંગલ તરફ નીકળી જતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વનવિભાગની ટીમ મોડી પહોંચતા લોકોમાં રોષનિંગાળા ગામમાં રાત્રિના સમયે સિંહ ઘૂસી જતા ગામલોકો એલર્ટ બન્યા હતા અને લાઈટો કરી સિંહને ગામથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ વનવિભાગને પણ જાણ કરવામા આવી હતી. જો કે, વનવિભાગની ટીમ મોડી પહોંચતા ગામલોકોમાં રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...