તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો સાથે વજનમાં છેતરપિંડી:મુંજિયાસરમાં વેપારીઓ ટ્રક મૂકીને ભાગ્યા

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોતાના કાંટામાં વજન કરતા ભાંડો ફૂટ્યો - Divya Bhaskar
પોતાના કાંટામાં વજન કરતા ભાંડો ફૂટ્યો
  • બગસરા પંથકમાં કપાસનો ઊંચો ભાવ આપી ખેડૂતો સાથે વજનમાં છેતરપિંડી
  • વેપારીઓ અને તોલાટની ગેંગ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત થતાં ખેડૂતોને નુકસાન
  • ઈલેક્ટ્રીક વજન કાંટામાં છેડછાડ કરી 10 કિલોનો ગેપ રાખી દેવામાં આવતો હતો
  • ખેડૂતોએ બગસરા પોલીસમાં નોંધાવી ફરિયાદ: વહિવટી તંત્ર આ અંગે નક્કર પગલાં લે તેવી ખેડૂતોની માંગ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સાથે ખેત પેદાશોના વજન અને ભાવમાં છેતરપિંડી કરતી ગેંગ સતત કાર્યરત રહે છે. હાલમાં બગસરા પંથકમાં વેપારીઓ અને તોલાટની ગેંગ ઈલેક્ટ્રીક વજન કાંટામાં છેડછાડ કરી ખેડૂતોને છેતરવા માટે સક્રિય છે. આ ગેંગ ખેડૂતોને કપાસનો ઊંચો ભાવ પણ આપે છે.

ઘરે બેઠા ઈલેક્ટ્રીક કાંટાથી વજન કરવાની ખાતરી આપે છે. જો કે આ ઈલેક્ટ્રીક કાંટામાં જ એવી ગોલમાલ કરી હોય છે કે જેના કારણે તે કાંટો ઓછું વજન બતાવે છે. અને આ રીતે ખેડૂતને મોટી રકમના શીશામાં ઉતારી દેવામાં આવે છે. બગસરાના મોટા મુંજીયાસરમાં આવી ગેંગનો પર્દાફાશ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અહીંના દિલીપભાઈ માવજીભાઈ રાદડિયા નામના ખેડૂતોને કપાસ વેચવો હોય ગોંડલના મુકેશ પુનાભાઈ ભુરીયા નામના વેપારીએ તેનો કપાસ વેચાતો રાખ્યો હતો અને ટ્રક લઈને મજૂરો સાથે ઘરે જ કપાસ તોળવા ચાર લોકો આવ્યા હતા.

ખેડૂતોને છેતરવા માટે તેણે ઈલેક્ટ્રીક વજન કાંટામાં એવી છેડછાડ કરી હતી જેના કારણે 50 કિલો કપાસ તોળવામાં આવે ત્યારે વજન કાંટો માત્ર 40 કિલો કપાસ બતાવતો હતો. આ રીતે તેણે આ ખેડૂતો કપાસ કોળી 500 કિલો ગ્રામ જેટલો વધુ કપાસ લઇ લીધો હતો. આ રીતે તેણે માત્ર એક જ ખેડૂતોને રૂપિયા 20 હજારના શીશમાં ઉતાર્યા હતા.ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થઇ રહ્યાની ગંધ આવતા તેણે વજન કાંટા સામે શંકા વ્યક્ત કરી હતી. જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

લોકોનો સમૂહ હોય મુકેશ પુના ઉપરાંત નાના મુંજીયાસરના ગોપાલ મધુભાઈ સતાસિયા, વિનુ રવજીભાઈ માંગરોળીયા, મોટા મુંજીયાસરના હસમુખ ઉકાભાઇ વઘાસિયા અને એક અજાણ્યો તોલાટ એમ પાંચ શખ્સો વજન કાંટો અને કપાસ મૂકી ત્યાંથી નાસી છૂટયા હતા. જેને પગલે ખેડૂતો બગસરા પોલીસ મથકે દોડી ગયા હતા અને દિલીપભાઈ રાદડિયાએ વેપારી દલાલો તથા તલાટી સહિત પાંચેય શખ્સો સામે છેતરપિંડી કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી.

બગસરા પંથકમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની નથી. સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે તોલમાપમાં ભાગ્ય જ છેતરપીંડી થાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે બેઠા કપાસ લઈ જનારા વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રએ આ અંગે નક્કર પગલાં લેવાની જરૂર છે.

આવા વેપારીઓ સામે સખત પગલાં લો
અહીંના પૂર્વ સરપંચ રમેશભાઇએ જણાવ્યું હતું કે ખેત પેદાશ એક ખેડૂતની મહેનતનું પરિણામ છે, જેને આવી રીતે લૂંટી લેનારા વેપારીઓ સામે તંત્રએ આકરા પગલા લેવા જોઈએ. અને બીજી વખત કોઈ આવી છેતરપીંડીનો પ્રયાસ ન કરે તેવો સબક શીખવાડવો જોઈએ.> રમેશભાઇ, પૂર્વ સરપંચ

લેભાગુ વેપારીને આકરી સજા કરો : એકતા મંચ
અમરેલી ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ મહેશભાઈ છોડવડીયા જણાવ્યું હતું કે ખેડૂતો સાથે તોલમાપમાં છેતરપિંડી ઘણી જગ્યાએ બને છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપારીઓની સ્થળ પર વધારે પૈસા આપી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરે છે. આવા લેભાગુ વેપારીને આકરી સજા ફટકારવી જોઈએ.> મહેશભાઇ છોડવડિયા

ગ્રામ્ય વિસ્તારોમાં દલાલો સામે કાર્યવાહી કરો
રાજુલાના ખેડૂત આગેવાન રમેશભાઇ વસોયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં દલાલ હસ્તક વેપારીઓ કપાસની ખરીદી કરે છે. અહીં વજન કાંટામાં છેતરપિંડીની ઘટના બનતી હોય છે. પણ ખેડૂતોને કઈ ખબર પડતી ન હોવાથી સમગ્ર મામલો દબાઈ જાય છે. ત્યારે તંત્ર દલાલો સામે કાર્યવાહી કરી ખેડૂતોને ઉગારી શકે છે.

પોતાના કાંટામાં વજન કરતા ભાંડો ફૂટ્યો
દિલીપભાઈ રાદડિયાને કપાસના વજનમાં શંકા જતા વેપારીએ 40 કિલોની ગાંસડી પોતાના કાંટામાં જોખી હતી. તેનું વજન 50 કિલો હોવાનું સ્પષ્ટ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...