ક્રાઇમ:માેટા દેવળીયામાં યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી 1600ની લુંટ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં બાેલાચાલી કરી 4 શખ્સે મારમાર્યાે : સામસામી રાવ

બાબરા તાલુકાના માેટા દેવળીયા ગામે રહેતા એક યુવકના પત્ની બજારમા ખરીદી કરવા માટે ગયા હાેય જયાં ચાર શખ્સાે સાથે જ્ઞાતિ પ્રત્યે બાેલાચાલી થઇ હતી. જેને પગલે ચાર શખ્સાેએ યુવક અને તેના પત્નીને મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી રૂપિયા 1600ની લુંટ કરી હતી. આ બારામા બાબરા પાેલીસ મથકમા સામસામી ફરિયાદ નાેંધાઇ છે. અહી રહેતા વિક્રમભાઇ ગાેવિંદભાઇ સાેલંકી (ઉ.વ.25) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પત્નીનાે જન્મ દિવસ હાેય તે માેટા દેવળીયા ગામે ખરીદી કરવા માટે ગયા હતા. અહી ફરસાણની દુકાને જ્ઞાતિ પ્રત્યે બાેલાચાલી થઇ હતી. જેથી અતુલભાઇ સાનેપરા અને તેમના પત્ની તેમજ જગદીશ અને શૈલેષભાઇએ તેને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ખીસ્સામા રહેલ રૂપિયા 1600 લુંટી લઇ મારમારી ઇજા પહાેંચાડી હતી. જયારે આ જ મુદે રેખાબેન અતુલભાઇ સાનેપરા (ઉ.વ.40) નામના મહિલાએ વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તેના દેરાણી સાથે ફરસાણની દુકાને ખરીદી કરવા માટે ગયા હતા. જયાં બાેલાચાલી થતા વિક્રમ ગાેવિંદભાઇ તેમજ હિનાબેન વિક્રમભાઇએ તેમના પર નિર્લજજ હુમલાે કરી બટવામા રાખેલ રૂપિયા 300 લુંટ કરી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી છે. 

અન્ય સમાચારો પણ છે...