તપાસ:આંબામાં રત્નકલાકારની પત્ની બે સંતાનને મુકી પ્રેમી સાથે નાસી ગઇ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાંથી 1.40 લાખના દાગીના પણ લઇ જતા પોલીસમાં રાવ

લીલીયા તાલુકાના આંબા ગામના રત્નકલાકાર યુવાનની પત્ની અને બે સંતાનની માતા તાજેતરમા ગામના જ યુવાન સાથે નાસી જતા તેની સામે પોલીસમા રાવ કરાઇ છે. આ મહિલા ઘરમાથી સોનાના દાગીના પણ લઇ ગઇ હતી.

આ ઘટના લીલીયા તાલુકાના આંબા ગામે બની હતી. અહીના રત્નકલાકાર અનીલભાઇ છગનભાઇ કારેલીયાએ આ બારામા આંબા ગામે જ રહેતા અને કલીનર તરીકે નોકરી કરતા બિચ્છુ નાજાભાઇ બોરીચા નામના યુવક સામે પોલીસને લેખિત ફરિયાદ આપી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ શખ્સ તેની પત્ની વર્ષાને ભગાડી ગયો છે. વર્ષા સાથે તેના લગ્ન 2009ની સાલમા થયા હતા. અને હાલમા તેમને એક પુત્રી અને એક પુત્ર એમ બે સંતાન છે.

અગાઉ પણ તેની પત્ની વર્ષા બિચ્છુ બોરીચા સાથે ફોન પર વાત કરતી હતી અને આ મુદે તેણે ઠપકો પણ આપ્યો હતો. થોડા દિવસ પહેલા બિચ્છુ મોટર સાયકલ લઇ તેના ઘરે આવ્યો હતો અને બે સંતાનોની નજર સામે જ વર્ષાને ભગાડી ગયો હતો. આ મહિલા તેની સાથે જતી વખતે ઘરમાથી રૂપિયા 1.40 લાખની કિમતના સોનાના દાગીના પણ લઇ ગઇ હતી. પોલીસે આ મહિલા અને તેના પ્રેમીની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...