જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ એક જમીનમા બે શખ્સોએ ગેરકાયદે કબજો કરી જમીનમા વાવેતર કરી નાખતા બંને સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.જમીનમા ગે.કા કબજો કરી વાવેતર કરી નાખ્યાની આ ઘટના જાફરાબાદના લુણસાપુરમા બની હતી.
રાજુલા તાલુકાના રામપરા-2મા રહેતા ભોળાભાઇ ઉનડભાઇ વાઘ (ઉ.વ.23) નામના યુવાને જાફરાબાદ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની લુણસાપુર ગામે આવેલ ખેતીની જમીન ખાતા નંબર 667 સર્વે નંબર 334 પૈકી-4 હે.આરે 0-97-13 ચો.મીની જમીનમા વર્ષ 2003થી આજદિન સુધી ભાભાભાઇ અમરાભાઇ સોલંકી અને જાદવભાઇ અમરાભાઇ સોલંકીએ ગેરકાયદે કબજો કર્યો હતો.આ બંને શખ્સોએ જમીનનો કબજો ખાલી નહી કરી વાવેતર કરી નાખી આર્થિક ફાયદો મેળવ્યો હતો. પોલીસે બંને શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.