તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લીલિયાના સનાળિયામાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી જિલ્લામાં આપઘાતની બે ઘટના
  • વીરપુરમાં અગમ્ય કારણે યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો

અમરેલી જિલ્લામાં અપમૃત્યુની જુદીજુદી બે ઘટનામાં બે વ્યક્તિ મોતને ભેટી હતી. લીલીયાના સનાળિયામાં યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જ્યારે ધારીના વીરપુરમાં યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.યુવતીએ આપઘાત કરી લીધાની આ ઘટના લીલીયા તાલુકાના સનાળિયા ગામે બની હતી. અહીં રહેતી મમતાબેન ભગવાનભાઈ ગોહીલ ઉંમર વર્ષ 18 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું.

બનાવ અંગે ભગવાનભાઈએ લીલીયા પોલીસ મથકમાં જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઈ ચૌહાણ ચલાવી રહ્યા છે. જ્યારે અન્ય એક ઘટનામાં ધારી તાલુકાના વિરપુર ગઢીયામા રહેતા શક્તિરાજભાઈ હનુભાઈ વાળા ઉમર વર્ષ 21 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર વાડીએ જઈને ઝેરી દવા પી લેતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પહુભાઈએ ધારી પોલીસ મથકમાં જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વાળા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...