સમસ્યા:લીલિયામાં એસટી બસના રૂટ અવાર નવાર બંધ થતાં મુસાફરોને પરેશાની

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ તેમજ કામ ધંધાર્થે અપડાઉન કરતા લોકોને મુશ્કેલી : નિયમીત બસો દોડાવો
  • તંત્રના વાંકે મુસાફરો ખાનગી વાહનોમાં તગડા પૈસા ખર્ચી મુસાફરી કરે છે

લીલીયામા અમરેલી અને ગારીયાધાર ડેપોની બસના રૂટો અવારનવાર બંધ કરી દેવામા આવતા હોય મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કામ ધંધાર્થે અપડાઉન કરતા મુસાફરોને હાડમારી વેઠવી પડી રહી છે.અમરેલીથી જાત્રોડા જે બસ રાત્રી રોકાણ કરતી અને જાત્રોડાથી સવારે 5:30 કલાકે ઉપડે છે તે બસ ગમે ત્યારે બંધ કરી દેવામા આવે છે અને ગારીયાધાર ડેપોની ગાડી એસટી જે બસ અમરેલી રાત્રી રોકાણ પડી રહેશે તે પણ બસ મનફાવે ત્યારે બંધ કરી દેવામા આવશે.

તેમજ સવારે જે બસ અમરેલીથી 6:30 કલાકે ઉપડતી બસ લીલીયા પહોંચવાનો સમય સવારે 7 કલાક પહોંચે છે તે લીલીયાથી પાછી વળી જાય છે.આ બસમા દુકાને જતા, કારખાનામા કામ કરતા, વિદ્યાર્થીઓ તેમજ રત્નકલાકારો માટે આ બસ ઉપયોગી છે. પરંતુ આ રૂટ ગમે ત્યારે બંધ કરી દેવામા આવતા હોય મુસાફરોને હાડમારી વેઠવી પડી રહી છે. અહી અમરેલી ગારીયાધાર રૂટની બસ જે વાયા લીલીયા, પુંજાપાદર, નાના લીલીયા, ક્રાંકચથી ગારીયાધાર જાય છે તે બસ પણ ગમે ત્યારે બંધ કરી દેવામા આવે છે. ત્યારે તાકિદે નિયમીત બસો દોડાવવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...