તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:લીલિયામાં 2 શખ્સે યુવકને છરી બતાવી ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂના કેસ અંગે બાતમી આપ્યાનું મનદુ:ખ રાખી બાેલાચાલી કરી

લીલીયામા રહેતા અેક યુવકને દારૂના કેસ અંગે બાતમી અાપ્યાનુ મનદુખ રાખી બે શખ્સાેઅે છરી બતાવી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા બંને સામે લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. યુવકને છરી બતાવી ધમકી અાપ્યાની અા ઘટના લીલીયામા બની હતી. અહીની સંધી સાેસાયટીમા રહેતા સિરાજભાઇ રજાકભાઇ દલ (ઉ.વ.27) નામના યુવકે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અાજથી પંદરેક દિવસ પહેલા અસ્લમ અલારખ સમા વિરૂધ્ધ લીલીયા પાેલીસ મથકમા દારૂનાે કેસ થયાે હાેય અા કેસની બાતમી અાપ્યા હાેવાનુ મનદુખ રાખી અસ્લમ અને ઢુક્કાે સીરમાન નામના શખ્સાેઅે છરી બતાવી મારી નાખવાની ધમકી અાપી હતી.

જ્યારે અા જ મુદે અસ્લમભાઇ અલારખભાઇ સમાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે સિરાજ રજાકભાઇ દલ અને કિશન સુરેશભાઇ દવેઅે બાેલાચાલી કરી છરી બતાવી મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેસ.અે.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...