દુષ્કર્મ:લીખાળામાં મહિલા પર ચાર શખ્સે સામુહિક દુષ્કર્મ આચર્યું

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીડિત મહિલા બનેવીના ઘરમાં બેસી જશે તેવી શંકા રાખી વાડીએ લઇ જઇ કુકર્મ કર્યું

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમા રહેતી મધ્યપ્રદેશની મહિલાને તેના જ વતનના ચાર શખ્સાેઅે રાત્રે પાેતાની વાડીઅે ઉપાડી જઇ બળજબરીથી સામુહિક દુષ્કર્મ અાચર્યાની ઘટના બની છે. અા મહિલા પાેતાના બનેવીના ઘરમા બેસી જશે તે અાશંકાઅે ઘટનાને અંજામ અપાયાે હતાે. મુળ મધ્યપ્રદેશની અને હાલમા સાવરકુંડલાના લીખાળાની સીમમા વાડીમા રહેતી 50 વર્ષીય મહિલાઅે અા બારામા મધ્યપ્રદેશના વિક્રમ કિશન ભીલ, સંદિપ કાલુ ભીલ, રાજુ કાલી ડામાેર અને વજેરામ ઉર્ફે ભુરાે કાલી ડામાેર સામે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

જેમા તેણે જણાવ્યું હતુ કે વિક્રમ ભીલની બહેને ગીરધારી નામના યુવક સાથે લગ્ન કર્યા છે. અને અા ગીરધારી હાલમા અા મહિલાને પાેતાના ઘરમા બેસાડી દેશે તેવી શંકા હાેય ચારેય શખ્સાે ગઇરાત્રે અા મહિલાની વાડીઅે ગયા હતા. ચારેય શખ્સાેઅે દરવાજાે ખટખટાવતા અાેરડીનાે દરવાજાે ખાેલ્યાે હતાે તે સાથે જ બળજબરીથી ચારેય શખ્સાે તેને પાેતે ભાગવી રાખેલ વાડીઅે ઉપાડી ગયા હતા અને ઢીકાપાટુનાે મારમારી સવાર સુધી વાડીમા રાખી વારંવાર દુષ્કર્મ અાચર્યુ હતુ. સવારે અા મહિલાઅે પાેલીસ મથકે દાેડી જઇ ચારેય સામે ફરિયાદ નાેંધાવી હતી. જે અંગે પીઅેસઅાઇ વી.બી.દેસાઇ તપાસ ચલાવી રહ્યાં છે. આરોપીઓ નાસી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...