• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Lhasa Village Of Amreli, Two Inches Of Rain Fell And Water Flowed Like A River In The Village Streets, The Concern Of The Sons Of The Earth Increased.

કારતકમાં અષાઢી માહોલ:અમરેલીના લાસા ગામમાં બે ઈંચ વરસાદ ખાબકતા ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતા થયા, ધરતીપુત્રોની ચિંતા વધી

અમરેલી15 દિવસ પહેલા
  • મગફળી અને કપાસને નુકસાન થવાની ભીતિ
  • કુદરતી કોપ સામે જગતનો તાત લાચાર બન્યો

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળી ગયા બાદ પણ આજે અમરેલીના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા લોકોને અષાઢ મહિનાની યાદ તાજી થઈ હતી. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા ગામની શેરીઓમાં નદીના પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદી કહેર સામે ધરતીપુત્રો પણ લાચાર જોવા મળ્યા હતા.

આગાહી ના હોવા છતા આફત આવી
અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા કમોસમી વરસાદની આગાહી કરવામા આવી હતી. જે તે સમયે માર્કેટીંગ યાર્ડમાં નવી આવકો બંધ કરી દેવામા આવી હતી. સાથે ખેડૂતોને પણ એલર્ટ કરી દેવામા આવ્યા હતા. જો કે, આજે કમોસમી વરસાદની કોઈ આગાહી ના હોવા છતા ખાંભાના લાસા ગામમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. જેના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

ખેતરમાં પડેલો તૈયાર પાક અને પશુઓનો ચારો પલળ્યો
મગફળી કાઢવાનો સમય હોય મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળી કાઢી હોવાથી ખેતરોમાં પાથરા પડ્યા છે. કેટલાક ખેતરોમાં પશુઓનો ચારો પણ પડ્યો હતો. તો બીજી તરફ કેટલાક ખેડૂતો નવા વાવેતર પણ કરી ચૂક્યા છે. જેના કારણે ધરતીપુત્રોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...