તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:લાઠીના ભીંગરાડમાં ગટરના પાણી મુદ્દે પાડાેશી બાખડ્યા

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુહાડી, લાકડી જેવા હથિયારાેથી સામસામી મારામારી

લાઠી તાલુકાના ભીંગરાડમા રહેતા બે પાડાેશીઅાે ગટરના પાણી મુદે બાખડી પડયા હતા. કુહાડી અને લાકડી જેવા હથિયારથી સામસામી મારામારી કરી ઇજા પહાેંચાડતા અા બારામા લાઠી પાેલીસ મથકમા સામસામી ફરિયાદ નાેંધાઇ છે.

ગટરના પાણી મુદે પાડાેશી વચ્ચે બઘડાટી બાેલ્યાની અા ઘટના લાઠીના ભીંગરાડમા બની હતી. અહી રહેતા મીનાબેન દિનેશભાઇ પરમાર (ઉ.વ.38) નામના મહિલાઅે જણાવ્યું હતુ કે ગટરના પાણી મુદે કાળુભાઇ સાેમાભાઇ બકરાણીયા, લલીતાબેન કાળુભાઇ, દગુભાઇ સાેમાભાઇ, પુનમબેન દગુભાઇ, સાેમાભાઇ, થપાેભાઇ, લાભુબેન વિગેરેઅે બાેલાચાલી કરી કુહાડી અને લાકડી જેવા હથિયારાે સાથે ધસી અાવી મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી છુટા પથ્થરના ઘા ફેંકી ઇજા પહાેંચાડી હતી.

જયારે લલીતાબેન કાળુભાઇ બકરાણીયાઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે બજારમા પાણી કાઢવા મુદે દિનેશ લખમણભાઇ પરમાર, જયશ્રીબેન દિનેશભાઇ, મીનાબેન દિનેશભાઇ, ગલીબેન દિનેશભાઇ, મયુર દિનેશભાઇ વિગેરેઅે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ વાય.પી.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...