• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Lathi, The Provincial Officer Held A Meeting With The High School Principals And Gave Guidance For The Election related Work

વિધાનસભાની ચૂંટણીની તૈયારી:લાઠીમાં પ્રાંત અધિકારીએ હાઈસ્કૂલના આચાર્યો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ છે. લાઠી તાલુકામાં સ્કૂલ-કોલેજના આર્ચાય અને શિક્ષકોને મતદાનની ટકાવારી વધે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા લેવામા આવતા પગલાઓ અને કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022માં વધુમાં વધુ મતદાન થાય અને મતદાન માટે લોકજાગૃત્તિ આવે તે માટે SVEEP હેઠળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓ અને કર્મચારીઓએ હાથ ધરવાની બાબતો વિશે લાઠી બાબરા પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી ટાંક દ્વારા લાઠી તાલુકાની હાઈસ્કૂલના આચાર્યઓ સાથે બેઠક યોજી તેમને ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...