અમરેલી જિલ્લામા ભીમ અગીયારસ પર ઠેકઠેકાણે જુગારના હાટડા જમાવીને બેઠેલા શખ્સો સામે પોલીસે તવાઇ બોલાવી હતી. પોલીસે જિલ્લામા 50 સ્થળેથી 312 જુગારીને ઝડપી લઇ 10 લાખ 31 હજાર 730 લાખનો મુદામાલ કબજે લીધો હતો.
ભીમ અગીયારસના દિવસે જુગાર રમવાની પરંપરા
સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભીમ અગીયારસના તહેવાર ઉપર જુગાર રમવાની પરંપરા હોય અને આ જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતા હોય છે તો કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. જ્યારે પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા આ ડ્રાઇવ દરમિયાન તથા ભીમ અગીયારસનો તહેવાર હોય જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો હતો.
312 જુગારીઓ ઝડપાયા
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ભીમ અગીયારસના તહેવારને લઈને તા 10-06-2022થી તા 11-06-2022 સુઘી અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુગાર રમતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર રેઇડ કરી હતી. જુગારીઓને પકડી પાડી તેમની સામે જુગાર ધારા હેઠળ કડક અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 50 કેસો શોધી કાઢવામાં આવ્યા છે અને આ ઓપરેશન દરમિયાન કુલ 312 જુગારીઓને જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યા છે.
10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કુલ રોકડા 7 લાખ 27 હજાર 730 તથા જુગાર રમવાના સ્થળે આવવા જવા માટે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ નં 8 રૂ. 1 લાખ 67 હજાર તથા મોબાઇલ ફોન નંગ 24 જેનીં કિંમત 1 લાખ 36 હજાર 900 તથા જુગારના અન્ય સાધનો મળી કુલ રૂ 10 લાખ 31 હજાર 730નો જુગારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.