જુગાર:કુંડલામાં વરલી મટકાનાે જુગાર રમાડતાે શખ્સ ઝબ્બે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામા અેલસીબી પાેલીસે ગતરાત્રીના અેક શખ્સને વરલી મટકાનાે જુગાર રમાડતા ઝડપી લીધાે હતાે. પાેલીસે તેમની પાસેથી રાેકડ, માેબાઇલ મળી 22 હજારનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ અાર.કે.કરમટા, પીઅેસઅાઇ પી.અેન.માેરી તથા ટીમે બાતમીના અાધારે સાવરકુંડલામા દારૂગડા શેરીમા પુનિત રાજુભાઇ સુચક (ઉ.વ.32) નામના યુવકને માેબાઇલમા વરલી મટકાનાે બજાર ભાવ જાેઇ ગ્રાહકાે સાથે વાતચીત કરી જુગાર રમાડતા ઝડપી પાડયાે હતાે. પાેલીસે તેની પાસેથી રાેકડ રૂપિયા 12 હજાર, માેબાઇલ મળી કુલ રૂપિયા 22,200નાે મુદામાલ કબજે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...