આત્મહત્યા:કુંડલિયાળામાં પતિના ત્રાસથી પત્નીએ એસીડ પી જીવન ટુંકાવ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કરિયાવર મુદ્દે અવારનવાર દુ: ખ ત્રાસ ગુજારતા હતા
  • પત્નીને​​​​​​​ મરી જવા મજબુર કરવા સબબ પતિ સામે ગુનાે નાેંધાયાે

રાજુલા તાલુકાના કુંડલીયાળામા રહેતી અેક પરિણિતાને તેના પતિઅે કરિયાવર મુદે અવારનવાર દુખત્રાસ ગુજાર્યાે હાેય મહિલાઅે અેસીડ પી જીવન ટુંકાવી લીધુ હતુ. કુંડલીયાળામા રહેતા ઇન્દુબેન પરેશભાઇ વાગડીયા નામની મહિલાને લગ્ન બાદ પતિ પરેશ અવારનવાર ઘરકામ બાબતે તેમજ કરિયાવર કંઇ લાવી નથી તેમ કહી મારકુટ કરતાે હતાે. પરેશભાઇઅે તેના સસરા ટપુભાઇને ફાેન કરી તમારી દીકરી ઇન્દુ ઘરકામ કરતી નથી જેથી તેને સમજાવાે તેમ કહ્યું હતુ. બાદમા ટપુભાઇ તેમના ઘરે સમાધાન કરાવવા માટે ગયા હતા.

જાે કે પરેશભાઇઅે ઇન્દુને તેડી જાઅાે તેમ કહ્યુ હતુ. પરંતુ તેમની પુત્રીને સાથે ન લઇ જવા કહ્યું હતુ. જેથી ટપુભાઇ પરત ઘરે ફર્યા હતા. જાે કે તેમ છતા પતિ અવારનવાર ઇન્દુબેન પર દુખત્રાસ ગુજારી રહ્યાે હતાે. જેથી કંટાળી જઇ ઇન્દુબેને અેસીડ પી લીધુ હતુ. તેમને સારવાર માટે રાજુલા દવાખાને ખસેડવામા અાવ્યા હતા. પરંતુ તેમનુ રસ્તામા જ માેત થયુ હતુ. ટપુભાઇઅે અા બારામા તેમની પુત્રી ઇન્દુને મરી જવા મજબુર કરવા સબબ પતિ પરેશભાઇ સામે ડુંગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. બનાવ અંગે પીઅેસઅાઇ અેમ.ડી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...