તપાસ:ખાલપરમાં યુવક યુવતીએ સજોડે ઝેર પી આપઘાત કર્યો

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમસંબંધ હોય પરંતુ લગ્ન થઇ શકે તેમ ન હોય ભર્યું અંતિમ પગલું

સાવરકુંડલા તાલુકાના વંડામા રહેતા અેક યુવક યુવતીને પ્રેમસંબંધ હાેય પરંતુ બંનેની અટક સરખી હાેય જેથી લગ્ન થઇ શકે તેમ ન હાેય બંનેઅે ઘરેથી નીકળી જઇ ખાલપરની સીમમા સજોડે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.

મળતી વિગત અનુસાર વંડામા રહેતા હરસુખ ધીરૂભાઇ ડાભી (ઉ.વ.27) નામના યુવકને પાડોશમા જ રહેતી વનીતા ગોપાલભાઇ ડાભી (ઉ.વ.25) નામની યુવતી સાથે પ્રેમસંબંધ થયાે હતાે. જાે કે બંનેને અટક સરખી હાેય જેથી લગ્ન થઇ શકે તેમ ન હાેય બંને તારીખ 11/2ના રોજ બપોરના ત્રણેક વાગ્યાથી ઘરેથી કાેઇને કહ્યાં વગર નીકળી ગયા હતા.

હરસુખે કાેઇ રીતે ઝેરી દવા મેળવી લીધી હતી. બંને ખાલપરની સીમમા અાવેલ કાળુભાઇ વિરાણીના ભીડની જંગલ ઝાડી વિસ્તારમા જઇ સજાેડે ઝેરી દવા ગટગટાવી લેતા બંનેનુ ઘટના સ્થળે જ માેત નિપજયું હતુ. બંનેના પરિવારજનોએ શેધખોળ અાદરતા બંનેની લાશ મળી અાવી હતી. ઘટનાને પગલે વંડા પાેલીસ અહી દાેડી ગઇ હતી અને બંનેની લાશને વંડા સીઅેચસી ખાતે પોસ્ટમાેર્ટમ માટે ખસેડવામા અાવી હતી. બનાવ અંગે દિનેશભાઇ ગોપાલભાઇ ડાભીઅે વંડા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ અેલ.અેમ.શ્રીમાળી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...