ગ્રામપંચાયત ચૂંટણી:અમરેલીના ખજૂરી પીપળીયા ગામમાં વોર્ડ નંબર 2ના ઉમેદવારને એક પણ મત ન મળ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવાર પ્રત્યે મતદારો નારાજગી દર્શાવી હોય તેવું જોવા મળ્યુ

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલી રહી છે. આ દરમિયાન વડીયાના ખજૂરી પીપળીયા ગામે વોર્ડ નંબર 2માં કાંતિભાઈ નિરંજનીને એક પણ મત મળ્યો ન હતો. જેના કારણે સમગ્ર જિલ્લામાં આ વોર્ડના ઉમેદવાર જીરો મતેથી પરાજય થયા છે. ત્યારે આ ઉમેદવાર હલા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ ઉમેદવાર પ્રત્યે મતદારો નારાજગી દર્શાવી હોય તેવું જોવા મળી રહ્યુ છે.

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલી રહી છે. મોટાભાગના સેન્ટરો પર હજુ સુધી મતગણતરી પુરી થઈ નથી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે. મતદાન કેન્દ્રો બહાર લોકોના ટોળા હજુ પણ ઉભા છે. કર્મચારીઓ, પોલીસ જવાનો ખડેપગે જોવા મળી રહ્યા છે. મોટાભાગના કેન્દ્રો પર કર્મચારીઓ માટે રાત્રે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી સમગ્ર વિસ્તારમાં રસપ્રદ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...