શકુનિઓ ઝડપાયા:કડીયાળિ ગામે 1,07, 550ની મત્તા સાથે 11 જુગારી ઝડપાયા

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCBની ટીમનો જુગારધામ પર દરોડો : 6 લોકો નાસી છુટ્યા

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે ગૌચર સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. અહી દરોડો દરમિયાન 6 લોકો નાસી છુટ્યા હતા. એલસીબીએ રોકડ રકમ અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 107550નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રેન્જ આઈજી અશોક કુમાર જિલ્લાઓમાં દારૂ અને જુગારની બદી દુર કરવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જિલ્લા પોલીસવડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કરમટાની રાહબરી નીચે ટીમે જાફરાબાદના કડીયાળી ગામે બલાણા ગામ તરફ જવાના કાચા રસ્તા પર ચાલતા જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો.

અહીથી જુગાર રમતા રાજુલાના ગોંદરા ચોકમાં રહેતા અયાઝ અહેમદભાઈ ગોરી, નાગેશ્રીના હરેશ ધોહાભાઈ વરૂ, રોહિસાના રાકેશ ભીમાભાઈ વાઘેલા, રાજુલાના સલાટવાડામાં રહેતા બસીર દિલુભાઈ કાદરી અને જાફરાબાદ પોલીસ લાઈન પાસે રહેતા સિરાઝ મહંમદભાઈ મલેકને જુગાર રમતા ઝડપી લીધા હતા.

ઉપરાંત કડીયાળીના સલીમ ઈસ્માઈલભાઈ બ્લોચ, નાગેશ્રીના દિલીપ પાતાભાઈ વરૂ, રાજુલાના હરિ પરષોત્તમભાઈ સોલંકી, સાવરકુંડલાના બાવલો ઉર્ફે રૂસ્તમ હબીબભાઈ કુરેશી, રાજુલાના ફિરોઝ હાસમભાઈ નાગરીયા અને સાવરકુંડલાના મુન્નો ઉર્ફે ગઠીયો રહીમભાઈ કુરેશી નાસી છુટ્યા હતા. એલસીબીએ રોકડ રકમ રૂપિયા 67050 અને રૂપિયા 40500ના પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 107550નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જિલ્લામાં 3 સ્થળેથી 18 જુગારી ઝડપાયા
અમરેલી |અમરેલી જિલ્લામા ભીમ અગીયારસના તહેવાર પુર્વે જ છાનેખુણે જુગારના હાટડા મંડાયા હોય પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસે બળેલ પીપરીયા, નાની કુંડળ અને જાફરાબાદમાથી 18 જુગારીને ઝડપી લઇ 97 હજારનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાબરા તાલુકાના બળેલ પીપરીયામા પોલીસે જાહેરમા જુગાર રમી રહેલા સંજય અરવિંદભાઇ રાઠોડ, હિમત ધીરૂભાઇ પરમાર, મયુર મોહનભાઇ ગીગૈયા, શૈલેષ અરવિંદભાઇ રાઠોડ, વિજય સોમાભાઇ મકવાણા અને પ્રવિણ ભીમજીભાઇ મયાત્રા નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી 2390ની મતા કબજે લીધી હતી.

આ ઉપરાંત પોલીસે નાની કુંડળમા જાહેરમા જુગાર રમી રહેલા રાજુ બાબુભાઇ જમોડ, પ્રકાશ મગનભાઇ મકવાણા, પરશોતમ ભીખાભાઇ સોલંકી, અરવિંદ છગનભાઇ કટારીયા, ધનજી શામજીભાઇ મકવાણા અને જયંતિ વજુભાઇ શેખલીયા, કમલેશ ચંદુભાઇ ઓસુરા, મહેશ વિરજીભાઇ કટારીયા, ભાવેશ બાઘાભાઇ મેર નામના શખ્સોને ઝડપી લઇ રોકડ, મોબાઇલ મળી 93200નો મુદામાલ કબજે લીધો હતો. જયારે જાફરાબાદમાથી યોગેશ વિનોદભાઇ બારૈયા, પીયુષ જીવનભાઇ બાંભણીયા, શૈલેષ હમીરભાઇ સાંખટને 1520 મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...