ખેલ મહાકુંભ:અમરેલી જિલ્લામાં માત્ર 13 જ દિવસમાં જ 69 હજારથી વધુ ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ 4 વયજુથમાં 29 સ્પર્ધાઓ યોજાશે
  • રજીસ્ટ્રેશન કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ

રાજ્યમાં આગામી દિવસોમાં રમત ગમત વિભાગ દ્વારા યોજાનારા ખેલ મહાકુંભ 2022 અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ 4 વયજુથમાં 29 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ગત 18 ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવ્યું હતું. ત્યારે અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના 68,889 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 2019 માં યોજાયેલા ખેલ મહાકુંભમાં જિલ્લાના 1,39,119 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેને ધ્યાને લઈ રમત ગમત વિભાગ દ્વારા 1.50 લાખ ખેલાડીઓની નોંધણી કરવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લાના હજુ પણ વધુમાં વધુ ખેલાડીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, સ્પર્ધામાં ભાગ લે અને ખેલ મહાકુંભને જ્વલંત સફળતા મળે તે માટે જિલ્લાના સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે 6 માર્ચના રોજ રજીસ્ટેસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ હોવાથી ભાગ લેવા માંગતા ખેલાડીઓ khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. આ અંગે કોઈ ટેકનિકલ ક્ષતિ જણાય તો ટોલ ફ્રી નંબર 1800 274 6151 પર સંપર્ક સાધી શકાશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બહુમાળી ભવન અમરેલીનો 02792 223630 ઉપર તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ચિતલ રોડ અમરેલીનો 02792 221961 ઉપર સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...