તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જામકા ગામે વૃદ્ધાને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો પાછળ દોટ મુકતો હોય ભયનો માહોલ

ત્રણ દિવસ પહેલા ખાંભા તાલુકાના જામકા ગામે 65 વર્ષીય વૃધ્ધાને ફાડી ખાનારા માનવભક્ષી દીપડો આખરે પાંજરામા સપડાયો છે. આ દીપડો ખેડૂતો પાછળ દોટ મુકતો હોય પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. અમરેલી જિલ્લામા વધુ એક માનવભક્ષી દીપડો આખરે વનતંત્રની કેદમા સપડાયો છે. બે દિવસ પહેલા ખાંભા તાલુકાના જામકા ગામના દિવાળીબેન ભવાનભાઇ ડાભી (ઉ.વ.65) નામના વૃધ્ધાને દીપડાએ ફાડી ખાધા હતા. તેઓ સાંજના સમયે વાડીએથી કપાસ વીણી પરત ઘર તરફ આવી રહ્યાં હતા ત્યારે દીપડાએ તેના પર હુમલો કરી મારી નાખી લાશ ફાડી ખાધી હતી.ત્યારબાદ વનતંત્રએ આ દીપડાને પકડવા માટે જુદીજુદી દિશામા આઠ પાંજરા ગોઠવ્યા હતા. છેલ્લા પંદર દિવસમા આ દીપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો અને ગઇકાલે પણ એક ખેડૂતની પાછળ દોડયો હતો. જો કે આજે આ દીપડો પાંજરામા સપડાઇ જતા લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો