તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની હાડમારી વધી:જાફરાબાદ તાલુકામાં ખેતીપાકમાં 50 ટકા સર્વે બાકી, બહારના કર્મીઓને ખેતરો જડતા નથી!

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના સદસ્યની વહીવટી તંત્રને રજૂઆત
  • અધિકારીઓ માત્ર ચોપડા પર કામ કરે છે, ખેડૂતોને યોગ્ય જવાબ પણ મળતો નથી

જાફરાબાદ તાલુકામાં વાવાઝોડાએ ખેતીપાકમાં સર્જેલી તારાજીનો હુજુ 50 ટકા સર્વે બાકી છે. અને તંત્રએ સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. અહીં અન્ય જિલ્લામાંથી આવેલ ગ્રામસેવકોને ખેડૂતોના ખેતર જડતા નથી. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી યોગ્ય સર્વે કરવા જિલ્લા પંચાયતના સદસ્યે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, જાફરાબાદ જિલ્લા પંચાયતના સદસ્ય દેવજીભાઇ પડસાલાએ જણાવ્યું હતું કે જાફરાબાદ પંથકમાં વાવાઝોડામાં ખેતીવાડીમાં જમીન ધોવાણ અને પાકને નુકશાન પહોંચ્યું હતું.

જેના સર્વેની કામગીરી અન્ય જિલ્લાના કર્મીઓ કરી રહ્યા છે. પણ આ ગ્રામસેવકોને ખેડૂતના ખેતર મળતા નથી. લાઈટના અભાવે મોબાઈલ નેટર્વક ન હોવાથી ખેડૂતો સર્વેની ટીમનો સંપર્ક પણ કરી શકતા નથી. અહીં માત્ર 50 ટકા ખેડૂતોનો જ નુકશાની અંગેનો સર્વે થયો છે. જાફરાબાદ વિસ્તારમાં ખેતીવાડીમાં સર્વે બાકી હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. જ્યારે ખેડૂત બહાર હોય અને સર્વેની ટીમ ખેતરમાં પહોંચે તો સર્વે થતો નથી. અધિકારીઓ માત્ર ચોપડા પરની કામગીરી કરી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય જવાબ મળતો નથી. ત્યારે જાફરાબાદ પંથકમાં ફરી યોગ્ય સર્વે કરવા માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...