ક્રાઇમ:જાફરાબાદમાં મહિલા પાસે બિભત્સ માંગણી કરાઇ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી
  • મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

જાફરાબાદમા રહેતી એક મહિલાને અહી જ રહેતા એક શખ્સે બિભત્સ માંગણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેની સામે જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

મહિલાને ધમકી આપ્યાની આ ઘટના જાફરાબાદમા બની હતી. અહી રહેતા એક મહિલાએ જાફરાબાદ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે રામજી ભીખાભાઇ રાઠોડ નામના શખ્સે તેની પાછળ પાછળ આવી હાથ પકડી બિભત્સ માંગણી કરી હતી. બાદમા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેની આસપાસ વિસ્તારમા રહેતી મહિલાઓની સાથે પણ બિભત્સ માંગણી કરી ગેરવર્તન કર્યુ હતુ. બનાવ અંગે પીએસઆઇ જે.એલ.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...