તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસ ગુજાર્યાે:હેમાળમાં પરિણીતાને પતિ અને સાસુએ મારકુટ કરી

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના હેમાળમા રહેતા અેક મહિલાને તેના પતિ તેમજ સાસુઅે કરિયાવર મુદે દુખત્રાસ ગુજારી મારકુટ કરતા તેણે અા બારામા નાગેશ્રી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

મહિલાને મારકુટ કર્યાની અા ઘટના નાગેશ્રીમા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા દયાબેન લાલજીભાઇ નાગર (ઉ.વ.22)નામના મહિલાઅે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના લગ્નના ચારેક વર્ષના ગાળા દરમિયાન પતિ લાલજી મનજીભાઇ નાગર અને સાસુ મંજુબેન મનજીભાઇ અવારનવાર કરિયાવર મુદે મેણાટાેણા મારી શારિરીક માનસિક દુખત્રાસ ગુજાર્યાે હતાે.

અા ઉપરાંત ખાેટી શંકા કુશંક કરી ગાળાે અાપી મારકુટ કરી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અાર.અેન.વાઘેલા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...