ઘોર બેદરકારી:ખાનગી દવાખાનાનો મેડીકલ વેસ્ટ સિવીલના દરવાજા સામે

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવીલના દર્દીઓ માટે ખતરો - Divya Bhaskar
સિવીલના દર્દીઓ માટે ખતરો
  • સિવીલ હોસ્પિટલના સત્તાધિશોએ પગલા લેવા સીટી પોલીસ સમક્ષ કરી માંગ

સરકારે કોઇપણ હોસ્પિટલ-દવાખાનામાં પેદા થતા બાયો મેડીકલ વેસ્ટના નિકાલ માટે ચોક્કસ નિતી-નિયમો બનાવેલા છે અને આ કચરાના નિકાલ માટે એજન્સીઓ પણ નક્કી કરી છે. આમ છતાં અમરેલી જીલ્લામાં અનેક વખત ઠેકઠેકાણે બાયો મેડીકલ વેસ્ટનો બેદરકારીથી નિકાલ થતો હવાનું અવાર નવાર સામે આવે છે. આ વખતે તો કોઇ હોસ્પિટલના સંચાલકો ઘોર બેદરકારી દાખવી અમરેલીની શાંતાબા ગજેરા સિવીલ હોસ્પિટલ સામે જ આવા મેડીકલ વેસ્ટનો નિકાલ કરી દીધો હતો. અમરેલી સિવીલ હોસ્પિટલના સંચાલકોના ધ્યાનમાં આ વાત આવતા જ તેને ગંભીર ગણી આ અંગે સીટી પોલીસને લેખીત ફરીયાદ આપી હતી. એક તરફ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે તેવા સમયે આવી ઘોર બેદરકારી અક્ષમ્ય છે.

અન્ય સમાચારો પણ છે...