વિવાદ:ધોળાદ્રી ગામે માવો ઉધાર લેવા મુદ્દે મહિલા પર હુમલો, પુત્રને પણ મારમારી ઇજા પહોંચાડી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જાફરાબાદ તાલુકાના ધાેળાદ્રીમા રહેતા અેક યુવકને માવાે ઉધાર લેવા મુદે અહી જ રહેતા અેક શખ્સે બાેલાચાલી કરી હતી. તેમજ યુવકની માતા પર નિર્લજજ હુમલાે કરી લાકડી વડે ઇજા પહાેંચાડી ધમકી અાપતા અા બારામા તેની સામે નાગેશ્રી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અહી રહેતા સમજુબેન ભુપતભાઇ ચાવડા (ઉ.વ.50) નામના મહિલાઅે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના દીકરાને કરીયાણા અને પાનમાવાની દુકાન હાેય બાજુમા રહેતા ધીરૂ ભેાજાભાઇ જાેગદીયા નામના યુવકને ઉધાર માવાે ન અાપતા તેણે બાેલાચાલી કરી હતી.અા શખ્સે તેના પુત્રને મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ સમજુબેન પર નિર્લજજ હુમલાે કરી લાકડીનાે અેક ઘા માર્યાે હતેા. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...