વિવાદ:ધારીમાં કૌટુંબિક ભાઇઓએ વૃદ્ધ પર કુહાડી વડે હુમલો કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉનું મનદુ:ખ રાખી મારી નાખવાની ધમકી

ધારીમા જુના બસ સ્ટેશન પાછળ ઇસુબગઢમા રહેતા એક વૃધ્ધ પર તેમના જ કૌટુંબિક ભાઇઓએ અગાઉનુ મનદુખ રાખી કુહાડી અને પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહોંચાડી ધમકી આપતા તેમણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. વૃધ્ધ પર હુમલાની આ ઘટના ધારીમા બની હતી. અહી રહેતા આંબાભાઇ મોહનભાઇ વરમોરા (ઉ.વ.62) નામના વૃધ્ધે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના કૌટુંબિક ભાઇ નિલેષા કનુભાઇ અને ભરત કનુભાઇએ અગાઉનુ મનદુખ રાખી તેના ઘર પાસે બોલાવીને ગાળો આપી હતી.

આંબાભાઇએ ગાળો આપવાની ના પાડતા નિલેષે કુહાડીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ ભરતે પાઇપ વડે મારમાર્યો હતો. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...