તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધારીમાં દાગીનાની ચોરી કરનાર 4 શખ્સ અમરેલીમાંથી ઝડપાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ 2 પંચધાતુની મૂર્તિ, 1 સોનાનો ચેઇન, વીંટી,1 ચાંદીનું મંગળસૂત્ર સહિતના દાગીના મળી રૂ. 83100નો મુદ્દામાલ કબ્જે કર્યો

ધારીમાં સોના - ચાંદીના દાગીનાની ચોરી કરનાર 4 લોકોને એસઓજીએ અમરેલીના જેશીંગપરાના પુલ પાસેથી ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી પંચધાતુની મૂર્તિ, સોનાનો ચેઇન અને ચાંદીના સિક્કા સહિત રૂપિયા 83100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, ધારી પોલીસમાં થોડા દિવસો પહેલા સોના - ચાંદીની એક ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. અમરેલી એસઓજીની ટીમે ટેક્નિકલ સોર્સના આધારે ધારીમાં ચોરી કરનાર ચલાલામાં અમિત વિજયભાઇ સોલંકી, પારસ ઉર્ફે નાનીયો સવજીભાઇ સોલંકી, પ્રકાશભાઇ ઉર્ફે મોટો સવજીભાઇ સોલંકી અને જગદીશભાઇ ઉર્ફે જગો અરવિંદભાઇ સોલંકીને અમરેલીના જેશીંગપરાના પુલ પાસેથી ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી 1 સોનાનો ચેઇન, 2 સોનાની કડી, 2 સોનાની બુટ્ટી, 1 સોનાની વીંટી, 1 ચાંદીનું મંગળસૂત્ર, 1 ચાંદીનો સિક્કો, 2 પંચધાતુની મૂર્તિ અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 83100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચોરીના ગુનામાં સંડોવાયેલ ચારેયને મુદ્દામાલ સાથે ધારી પોલીસના હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...