તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ખાંભાના ડેડાણમાં યુવકને ત્રણ શખ્સે લાેખંડનાે પાઇપ ઝીંકયાે

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાળાે અાપી જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી
 • પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

ખાંભા તાલુકાના ડેડાણમા રહેતા અેક યુવકને ત્રણ શખ્સાેઅે લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા અા બારામા ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે. યુવકને મારમાર્યાની અા ઘટના ખાંભાના ડેડાણમા બની હતી.

અહી રહેતા અકબરખાન દીલાવરખાન પઠાણે ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેના પત્ની અને પુત્ર વાડીઅે કપડા ધાેવા માટે જતા હતા ત્યારે જીનતબેન, અરબાજખા રૂસ્તમખા અને રૂસ્તમભાઇ જહાગીરભાઇઅે તેને અટકાવી ગાળાે અાપી હતી. તેમજ પુત્રને લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે રૂસ્તમખા જહાગીરખા પઠાણે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અકબરખા, તમન્નાબેન, સાનીયાબેન અને નસીમબેને જગુભાઇને માેટર ચાલુ કરવાનુ કહેતા વાયર બળી ગયાે છે માેટર ચાલુ નહી થાય તેમ કહેતા ગાળાે અાપી હતી. બાદમા જીતનબેને સમજાવતા ઉશ્કેરાઇ જઇ મારમાર્યાે હતાે. અને મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો